વિરોધ:જિલ્લામાં પેટ્રોલ- ડીઝલના વધતા ભાવ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલામાં બેનર અને પોસ્ટર દર્શાવી વિરોધ કરાયો : આવેદન અપાયું

અમરેલી જિલ્લામાં ઠેરઠેર પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મુદ્દે કોંગ્રેસે પોસ્ટર અને બેનર સાથે પેટ્રોલ પંપ ખાતે જઇ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. 13 માસના સમયગાળામાં પેટ્રોલમાં પ્રતિ લિટર રૂપિયા 25. 72 અને ડિઝલમાં રૂપિયા 25.72નો ધરખમ ભાવ વધારો થતા ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકો પરેશાન બન્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.

જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જનકભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એક તરફ કોરોનાના કારણે લોકો આર્થિક સંકડામણમાં મુકાયા છે. તેવા સમયે પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવથી ખેડૂતો અને સામાન્ય લોકો મોંઘવારીથી પીડાઇ રહ્યા છે. જેના કારણે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડી.કે. રૈયાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી, બાબરા, લીલીયા અને સાવરકુંડલામાં કોંગ્રેસે પટ્રોલ પંપ પર ભાવ વધારા મુદ્દે પોસ્ટર અને બેનરો સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

અમરેલીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઇ ભંડેરી, હંસાબેન જોષી, સંદીપ ધાનાણી, સંદીપ પંડ્યા, બાબરામાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઇ કોઠીવાળ, જસમતભાઇ ચોવટીયા, લીલીયામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઇ માલવીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...