તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:સાવરકુંડલા શહેરમાં કૉંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું, નેતાઓ કોરોના ગાઈડલાઈન્સ ભૂલ્યા

અમરેલી25 દિવસ પહેલા
  • ગેસના બાટલા સાથે વિરોધ પ્રદર્શન યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

અમરેલી જિલ્લામા આવેલ સાવરકુંડલા શહેરમા આજે પેટ્રોલ ડીઝલ સહિત વધતાજતા ભાવ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદશન કર્યું હતું. જેમા સ્થાનીક ધારાસભ્ય પ્રતાપ દુઘાત પણ જોડાયા હતા. ભાજપ સરકાર સામે સુત્રોચાર કરી રસ્તા વચ્ચે ગેસના બાટલા અને તેલના કેન સાથે વિરોધ પ્રદશન કરાયું હતું.

વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસના કાર્યકરો હોદેદારો માસ્ક વગર ટોળા સ્વરૂપે જોવા મળ્યા હતા. કોરોના ગાઈડલાઈન્સનો સરેઆમ ઉલાળિયો થયો હતો. કોરોના સંક્રમણની કોઈ ચિંતા ન કરી અને કોરોનાને આમંત્રણ આપવા જાણે વિરોધ પ્રદશન કર્યું હોય તેમ વિરોધ પ્રદશન કરી રહ્યા હતા. બીજી તરફ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ તમાશો જાણે મૌન જોવાયો હોય તેમ કોઈ પ્રકારની કોરોના ગાઈડ લાઈન ની કાર્યવાહી હજુ સુધી નહિ કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા નીકળી છે- ધારાસભ્યધારાસભ્ય પ્રતાપ દુધાત એ કહ્યું હતું કે, આજે પ્રજાને જાગૃત કરવા માટે કોંગ્રેસ રસ્તા ઉપર આવી છે, વધતા જતા ભાવ ને લઈ કોંગ્રેસ પ્રજાના પ્રશ્નનોને વાચા આપશે આજથી શરૂઆત થઈ છે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.

સાવરકુંડલા શહેર કોંગ્રેસ દ્વારા ચકાજામ કરી વિરોધ પ્રદશન કર્યું
સાવરકુંડલા શહેર કોંગ્રેસ દ્વારા ચકાજામ કરી વિરોધ પ્રદશન કર્યું
અન્ય સમાચારો પણ છે...