ગણેશ મહોત્સવની ઉજવણી:અમરેલી શહેરમાં 6 ગણેશ પંડાલમાં પહોંચી કોંગ્રેસના ધારાસભ્યએ આરતી ઉતારી

અમરેલી23 દિવસ પહેલા
  • શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી, રાત્રીની આરતીમાં ભક્તોની ભીડ વધી

અમરેલી જિલ્લામાં ગણેશ મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ શહેરના 6 અલગ-અલગ જગ્યાએ આયોજીત ગણેશ પંડાલમાં પહોંચી આરતી ઉતારી હતી.

કાર્યકરો સાથે આરતી ઉતારી
ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણેશભક્તોની ભીડ વધી રહી છે. કોરોના બાદ પ્રથમ આ વર્ષે લોકો ધાર્મિક ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે, ત્યારે રાજનેતાઓની પણ અવર જવર પ્રજા વચ્ચેના કાર્યક્રમોમાં વધુ દેખાય રહી છે. અમરેલી કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ કથીરીયા પરા, ગજેરા પરા, સરદાર નગર શેરી, ખોડિયાર નગર, સીધેશ્વર મહાદેવ મોહન નગર, માધવ નગર સહિત વિવિધ 6 જેટલા વિસ્તારમાં આયોજીત ગણેશ પંડાલમાં પહોંચી કાર્યકરો સાથે આરતી ઉતારી હતી.

અન્ય સમાચારો પણ છે...