આક્ષેપ:કોંગ્રેસ પાસે કાેઇ મુદાે બચ્યો નથી એટલે ખેડૂતાેને ઉશ્કેરે છે: સંઘાણી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર ખેડૂતોના માટે નવી યોજના લાવે ત્યારે પણ અડચણરૂપ થાય છે
  • NCUI ના ચેરમેન બનતા દિલીપ સંઘાણીનું અમરેલીમાં સન્માન

તાજેતરમા દેશની ટાેચની સહકારી સંસ્થા એનસીયુઆઇના બિન હરીફ ચેરમેન બનેલા દિલીપભાઇ સંઘાણીનુ અમરેલીમા જિલ્લાભરના સહકારી આગેવાનાેએ વિશિષ્ટ સન્માન કર્યુ હતુ. આ તકે ખેડૂત આંદાેલન અંગે બાેલતા દિલીપભાઇએ જણાવ્યુ હતુ કે કાેંગ્રેસ પાસે કાેઇ મુદાે બચ્યાે નથી જેથી તે ખેડૂતાેને ઉશ્કેરવાનુ કામ કરે છે.

અમરેલીમા સાંસદ તથા જિલ્લાભરના સહકારી આગેવાનાેની ઉપસ્થિતિમા યાેજાયેલા કાર્યક્રમમા અમરેલીથી શરૂ કરી હવે દેશની ટાેચની સહકારી સંસ્થાઓમા નેતૃત્વ કરી રહેલા દિલીપ સંઘાણીનુ સન્માન કરવામા આવ્યું હતુ. અહી તેમણે જણાવ્યું હતુ કે હાલમા ચાલી રહેલુ ખેડૂત આંદાેલન કાેઇકના ઇશારે અને નિશાના પર ચાલી રહ્યું છે.

સરકાર જયારે ખેડૂતાે માટે યાેજના કે બીલ લાવે તેમા અવરાેધ ઉભા કરવાની કાેંગ્રેસની બેવડી નિતીની પણ તેમણે ઝાટકણી કાઢી હતી. તેમણે એમપણ જણાવ્યું હતુ કે ખેતીના વિકાસ, શિક્ષણ કે વ્યવસાય માટે જયાં પણ ખેડૂતને જરૂર હાેય અમરેલી જિલ્લા બેંક ખેડૂતની મદદે છે. ઉપરાંત રાજય સરકાર ખેડૂતાે માટે ઉપયાેગી કિસાન નિધી યાેજના અને દિવસે ખેતીવાડીનાે પુરવઠાે લઇને આવી છે.

અન્ય સમાચારો પણ છે...