સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ:અમરેલી જિલ્લામાં કૉંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ, જિલ્લા પ્રમુખ સહિત ધારાસભ્યો હાજર રહ્યા

અમરેલીએક મહિનો પહેલા
  • તમામ કાર્યકર્તાઓને કામે લાગી જવા માટે હાકલ કરવામાં આવી

આવનારી વિધાનસભા ચૂંટણીને લઈ અમરેલી જિલ્લા ભાજપ સંગઠન મજબૂત કરવા માટે બેઠકો ચાલી રહી છે. ત્યારે હવે તેની સામે અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા પણ બેઠકો શરૂ કરી દીધી છે. આજે લીલીયાના અંટાળીયા મહાદેવ મંદિરના સાનિધ્યમાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી. જેમા દરેક તાલુકા મથકના કોંગ્રેસના હોદેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, સાવરકુંડલા ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી સહિત હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા આવતા દિવસમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કાર્યકરો કામે લાગી જાય તે માટે હાકલ પણ કરી હતી.

સંગઠનને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. સતાપક્ષ ભાજપ સામેની રણનીતિઓ શરૂ કરી દીધી છે અને ભારતીય જનતા પાર્ટીની પોલખોલતા કાર્યક્રમ આપવા માટેની પણ રણનીતિ નક્કી કરવામાં આવી છે. જ્યારે અહીં લાઠી બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમ્મર ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર હાજરી આપી તુરંત રવાના થયા હતા.

ધારાસભ્ય પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે, આજે કારોબારી બેઠક હતી જેમાં હોદેદારોની વરણી પણ કરી છે અને આવતા દિવસોમાં લોકોને પડતી મુશ્કેલી અંગે રચનાત્મક કાર્યક્રમો અંગે ચર્ચાઓ કરી છે. આજની સંખ્યામાં જ બતાવે છે કે અમરેલીની પાંચેય બેઠક પરનો જીતનો ઉત્સવ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...