ઉમેદવારી પત્ર:અમરેલીની લાઠી અને સાવરકુંડલા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

અમરેલી24 દિવસ પહેલા
  • મોટી સંખ્યામાં કાર્યકરો હોદેદારો સાથે શક્તિ પ્રદશન યોજી ફોર્મ ભર્યું

2022 વિધાન સભા ચૂંટણીનો જંગ બરાબર હવે જોવા મળશે. અમરેલી જિલ્લામાં આવેલ લાઠી કોંગ્રેસના ઉમેદવાર વિરજી ઠુમર દ્વારા આજે પ્રાંત અધિકારીને ફોર્મ રજૂ કર્યું છે. અહીં કોંગ્રેસ કાર્યકરો હોદેદારો મોટી સંખ્યામાં પ્રાંત કચેરીમાં પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતુ. જેમાં પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ જેની ઠુમ્મર,પૂર્વ ધારાસભ્ય ઠાકરશી મેતલીયા સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિરજી ઠુમર દ્વારા વિધાનસભામાં મોટી લીડ સાથે જીતનો વિશ્વાસ આજે વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સૌથી પહેલા અમરેલી જિલ્લામાં ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે.

સાવરકુંડલા કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાત દ્વારા પણ આજે ફોર્મ ભરી દેવાયુ છે. જોકે અહીં ફોર્મ ભરતા પહેલા પ્રતાપ દુધાત દ્વારા શહેરમાં આવેલ શિવાલય અને આશ્રમ ધાર્મિક સંસ્થાઓના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ અહીં પટેલ સમાજની વાડી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સામા પક્ષના ભાજપના ઉમેદવાર મહેશ કસવાલાને આયાતી ઉમેદવાર ગણાવી પ્રહારો પણ કર્યા હતા જોકે આજે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ રજૂ કરી દીધું હતું અહીં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી,પૂર્વ કૃષિ મંત્રી ધીરૂ દૂધવાળા પ્રભારી નેતાઓ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત નેતાઓ જોડાયા હતા અને કોંગ્રેસ પક્ષની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

નામ જાહેર થયા પહેલા જ દૂધાતે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી હતી
સાવરકુંડલા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દૂધાતે પોતાનું નામ જાહેર થાય તે પહેલા જ ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...