વિરોધ:આજે અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા અડધા દિવસનું બંધનું એલાન

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારી, બેરોજગારી, મંદી, જીએસટી સહિતના મુદ્દે વિરોધ નોંધાવાશે

રાજય અને કેન્દ્ર સરકારના કારણે મેાંઘવારી, બેરોજગારી, કાયદો અને વ્યવસ્થા, જીએસટી સહિતના મુદે અમરેલી જિલ્લામા આવતીકાલે કોંગ્રેસ દ્વારા સ્વૈચ્છિક રીતે અડધા દિવસનુ બંધનુ એલાન અપાયુ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે ગુજરાત બંધનુ એલાન અપાયુ છે. જેને પગલે અમરેલી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અમરેલી જિલ્લામા વેપારીઓ આવતીકાલે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી પોતાના વેપાર ધંધા સ્વૈચ્છિક રીતે બંધ પાળે તે માટે અપીલ કરવામા આવી છે.

તો લાઠી બાબરા અને દામનગરના વેપારીઓને પણ બંધના એલાનમા જોડાવા ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર દ્વારા અપીલ કરવામા આવી છે. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે તમામ વેપારીઓ અને લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. વધતી જતી મોંઘવારી,આકરો જીએસટી, બેરોજગારી, આત્મહત્યા તેમજ કાયદો અને વ્યવસ્થા નબળી પડી છે.

મોંઘવારી અને બેરોજગારના કારણે લોકોનું જીવન બેહાલ બન્યું છે. ત્યારે તેના સાંકેતિક પ્રતિકાર માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા શનિવારે સવારથી બપોર સુધી દરેક લોકો તેમજ વેપારીઓ સ્વૈચ્છિક રીતે પોતાનો ધંધો રોજગાર બંધ રાખી કોંગ્રેસના બંધના એલાનને સફળ બનાવે તેવી લાગણી વ્યક્ત કરી દરેક વેપારીઓ તેમજ લોકોને જાહેર અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...