મતદાન કરવા પ્રલોભન:કોંગી કાર્યકરો પીકઅપ વાનમાં મતદારોને રાશનની કીટનું વિતરણ કરતા ઝડપાયા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડુંગર ગામના બે કાર્યકરો સામે મતદારોને લાંચ આપવા સબબ ગુનો નોંધાયો

રાજુલા તાલુકાના ડુંગર ગામે આજે કોંગ્રેસના બે કાર્યકરો મતદારોને કોંગી તરફી મતદાન કરવા માટે પ્રલોભન આપી રાશન કીટનુ વિતરણ કરી રહ્યાં હતા ત્યારે પોલીસે બંનેને ઝડપી લઇ ગુનેા નોંધ્યો છે. ચુંટણીપંચ દ્વારા અગાઉ જ મતદારોને કોઇપણ પ્રકારની લાંચ આપનાર ઉપરાંત લાંચ સ્વીકારનાર સામે પણ ગુનેા નોંધાશે તેવી જાહેરાત કરી હતી.

દરમિયાન આજે બપોરના સમયે રાજુલાના ખાખબાઇનો મનસુખ ખોડાભાઇ બાબરીયા અને રાજુલામા મહુવા રોડ પર રહેતો ભાવેશ નરેન્દ્રભાઇ પરમાર નામના યુવાનો પીકઅપ વાનમા રાશન કીટના થેલાઓ ભરી નીકળ્યો હતો.

પીકઅપ વાન નંબર જીજે 3 બીટી 9662મા બંને શખ્સો ડુંગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમા ફરી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તરફેણમા મતદાન કરવાનુ કહી લોકોને રાશન કીટનુ વિતરણ કરી રહ્યાં હતા. તે સમયે અહીના તાલુકા વિકાસ અધિકારી હિતેષ પરમારે બંનેને ઝડપી લઇ પોલીસના હવાલે કર્યા હતા. ટીડીઓની ફરિયાદ પરથી ડુંગર પોલીસે આ શખ્સો સામે જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...