રજુઆત:એસટી બસના કંડકટરે મુસાફરો સાથે અપમાનજનક વર્તણૂંક કરી

લીલીયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીલિયા-ગારીયાધાર અને ભોરીંગડા રૂટના મહિલા કંડકટરની મનમાની
  • તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ડેપો મેનેજરને રજુઆત કરાઇ

લીલીયા ગારીયાધાર તેમજ લીલીયા ભોરીંગડા રૂટની એસટી બસના મહિલા કંડકટર દ્વારા મુસાફરો સાથે અપમાનજનક વર્તણુક કરવામા આવી રહી હોય આ પ્રશ્ને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ડેપો મેનેજરને રજુઆત કરવામા આવી છે.

લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ વિલાસબેન બહાદુરભાઇ બેરા દ્વારા અમરેલી એસટી ડેપો મેનેજરને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે લીલીયા ગારીયાધાર અને લીલીયા ભોરીંગડા રૂટની એસટી બસના મહિલા કંડકટર જયશ્રીબેન આખજા દ્વારા મુસાફરો સાથે અપમાનજનક વર્તણુક કરવામા આવી રહી છે. આ અંગે પીપળવા, વાઘણીયા, ટીંબડી, ભોરીંગડા સહિતના ગામ લોકોએ અમારી સમક્ષ રજુઆત કરી હતી.

રજુઆતમા વધુમા જણાવ્યું હતુ કે એસટી બસને સમય કરતા વહેલી ઉપાડી લેવામા આવે છે. તેમજ મુસાફરોને વિદ્યાર્થીઓને જાણી જોઇને બસ ચુકી જાય તેવુ વર્તન કરવામા આવી રહ્યું છે. જેથી એસટી વિભાગને પણ નુકશાન થઇ રહ્યું છે. ત્યારે મહિલા કંડકટરની બદલી કરવામા આવે અથવા સસ્પેન્ડ કરવામા આવે તેવી પણ માંગણી કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...