તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાહકોને ધરમના ધક્કા:વડિયા પાેસ્ટ ઓફિસમાં કાેમ્પ્યુટર બંધ, રજીસ્ટર એડીનું કામ અટક્યું

વડિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમ્પ્યુટરનું મેઇન્ટેનન્સ પણ થતું નથી

વડિયામાં પાેસ્ટ ઓફિસમા કાેમ્પ્યુટર બંધ હાેવાના કારણે રજીસ્ટર અેડી સહિતની કામગીરી અટકી પડી છે. જેને પગલે અહી અાવતા ગ્રાહકાેને ધક્કા ખાવા પડી રહ્યાં છે. કાેમ્પ્યુટર ખરાબ અંગે હેડ પાેસ્ટ અાેફિસમા પણ જાણ કરાઇ હાેવા છતા કાેઇ કાર્યવાહી કરવામા અાવી રહી નથી. પાેસ્ટ અાેફિસમા પાછલા અેકાદ સપ્તાહથી કાેમ્પ્યુટર બંધ થઇ જતા કામગીરી અટકી પડી છે. અહી ઓનલાઇન સુવિધાઓ જેવી કે રજીસ્ટર એડી., સ્પીડ પોસ્ટ કરવામાં આવે છે.

પરંતુ કાેમ્પ્યુટરની ખરાબીના કારણે અમરેલી હેડ પોસ્ટમાં જાણ કરવા છતાં કોઈ એજન્સી કે કારીગર તેને રીપેર કરવા ન આવતા છેલ્લા આઠ દિવસથી તાલુકા મથકની પોસ્ટ ઓફિસમાં આ સુવીધાઓ બંધ થઇ છે. અને ગ્રાહકોની સાથે સરકારી કચેરીઓની ટપાલો પણ પરત મોકલવામાં આવી રહી છે. આ બાબતે પોસ્ટ ઓફિસનો સંપર્ક કરતા અમરેલી કાેમ્પ્યુટર રીપેરીંગ માટે જાણ કરેલી છે. પરંતુ કોઈ કારીગર કે રીપેરીંગ એજન્સીનો માણસ ન આવતા કાેમ્પ્યુટર સુવિધાના અભાવે આ સુવિધાઓ બંધ કરવી પડી છે. તસવીર-જીતેશગીરી ગાેસાઇ

અન્ય સમાચારો પણ છે...