અકસ્માતનો ભય:બાબરાના કોટડાપીઠા માધ્યમિક શાળામાં કમ્પાઉન્ડ વોલ જર્જરીત

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રના પાપે વિદ્યાર્થીઓ પર તોળાતું અકસ્માતનું જોખમ
  • તંત્ર દ્વારા શાળામાં સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી

બાબરા તાલુકાના કોટડાપીઠામાં ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક શાળામાં કમ્પાઉન્ડ વોલ જર્જરીત હાલતમાં છે. અહી શાળા અને કમ્પાઉન્ડ વોલ ના સમારકામને લઈને રાહ જોઈ રહી છે. જર્જરીત કમ્પાઉન્ડ વોલ થી છાત્રોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે તંત્ર શાળાનું સમારકામ કરે તેવી લોક માંગણી ઉઠી છે.

શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે કોટડાપીઠા માધ્યમિક શાળામાં 3 વર્ગ જર્જરીત હાલતમાં છે. સાથે સાથે કમ્પાઉન્ડ વોલ પણ જર્જરીત છે. જિલ્લામાં એક માત્ર કોટડાપીઠા માધ્યમિક શાળામાં કમ્પાઉન્ડ વોલ અને 3 વર્ગ જર્જરીત છે. આ શાળા ગ્રામ પંચાયત હસ્તકની હેવાથી જિલ્લા પંચાયતમાં જર્જરીત અંગે દરખાસ્ત કરવામાં આવી છે.

વર્ગ અને કમ્પાઉન્ડ વોલ જર્જરીત હોવાથી શાળામાં આવતા છાત્રોને અકસ્માતનો ભય છતાવી રહ્યો છે. જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાળે જણાવ્યું હતું કે શાળા અત્યારે આખી પતી ગઇ છે. શાળાના સમારકામ માટે તંત્રને રજૂઆત પણ કરાઈ છે. પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જો સત્વરે નિરાકરણ નહીં આવે તો ભવિષ્યમાં આકસ્મિક ઘટના માટે તંત્ર જવાબદાર રહેશે.

અન્ય સમાચારો પણ છે...