• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Complaints Can Now Be Made In Rajula With A Photo Of Dirt In The Municipality's WhatsApp Group, The Municipality Will Resolve It Within 24 Hours.

નવતર અભિયાન:રાજુલામાં હવે પાલિકાના વોટ્સએપ ગ્રુપમાં ગંદકીના ફોટો સાથે ફરિયાદ કરી શકાશે, પાલિકા 24 કલાકમાં ઉકેલ લાવશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા 'સ્વચ્છતા મિશન' નામનું ગ્રુપ બનાવી વિવિધ વિસ્તારના જાગૃત નાગરિકોને એડ કરવામાં આવ્યા
  • 9924787504 નંબર પર શહેરીજનો ફોટોગ્રાફ સાથે રજૂઆત કરી શકશે

અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગંદકીની સમસ્યાની ફરિયાદો વધતા તેના ઉકેલ માટે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પાલિકા દ્વારા એક વોટ્સએપ ગ્રુપ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારના જાગૃત નાગરિકોને તેમાં એડ કરવામાં આવ્યા છે. સમસ્યાના સ્થળ અને ફોટો ગ્રાફ સાથેની ફરિયાદ વોટ્સએપ પર મળતા જ તેનો નિકાલ કરવામાં ઝડપ થશે.

રાજુલા શહેરની મુખ્ય બજાર શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો જાફરાબાદ રોડ, ભેરાઈ રોડ,મહુવા જકાત નાકા વિસ્તાર,તત્વો જ્યોતિ વિસ્તાર,ધોળીયા ડુંગરો અને શહેરની સોસાયટીઓ રેસિડેન્ટ વિસ્તારના લોકોને જે વિસ્તારમાં સફાઈની જરુર હોય તે વિસ્તારની તસવીર અને લોકેશનની માહિતી વોટ્સએપ ગ્રુપમાં શેર કરવી. નગરપાલિકા દ્વારા આ નવતર પ્રયોગ કરતા શહેરના વેપારીઓ લોકો દ્વારા આ પ્રયાસને બિરદાવ્યો હતો. નગરપાલિકા પ્રમુખ છત્રજીતભાઈ ધાખડાના જણાવ્યા પ્રમાણે જે ફોટો અમારી ટીમને મળશે તે 24 કલાકમાં એ પ્રશ્નનોનું નિરાકરણ આવે તેવા પ્રયાસ કરીશું. આ ઉપરાંત રૂબરૂ સામાન્ય ફરિયાદની રજૂઆત કરવા આવે ત્યારબાદ અમારી ટીમ જાય એટલે થોડો ટાઈમ લાગી જાય, ઉપરાંત અરજદારનો સમય પણ બચી શકે જેથી અમે શહેર માટે એક વોટ્સએપ ગ્રુપ એક્ટિવ કર્યું છે. જેમાં શહેરી વિસ્તારના લોકોના પ્રશ્નો સીધા અમારી સમક્ષ આવે અને નિકાલ થાય તેવા પ્રયાસ શરૂ છે.

રાજુલા નગરપાલિકા વોટ્સએપ સોશ્યલ મીડિયા ઉપર લોકોના પ્રશ્નો દૂર કરવા પ્રથમ વખત સક્રિય થઈ છે. શહેરી વિસ્તારના લોકો ક્યાંક કચરો સફાય ગંદકીના ફોટા સેન્ડ કરી રજૂઆતો કરી રહ્યા છે. તેની સામે નગરપાલિકા ટીમ દ્વારા સફાઈ શરૂ કરાઈ રહી છે, જેથી સ્વચ્છતા અભિયાન શહેરમાં જળવાય રહેશે.

લોકોની ફરિયાદ ફોટો સાથે રજૂઆત કરવા માટે નગરપાલિકા પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા દ્વારા વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. 9924787504 ઉપર શહેરની પ્રજા રજુઆત કરી શકે છે. આ નંબર પર રજૂઆત કર્યા બાદ 24 કલાકમા પ્રશ્નનો નું નિરાકરણ આવશે તેવી નગરપાલિકા દ્વારા ખાત્રી અપાય છે.

અન્ય સમાચારો પણ છે...