ક્વોરીના કારણે ડેમને નુકસાનની આશંકા:રાજુલાના ભાક્ષી ગામ પાસે ધમધમતી ક્વોરી લીઝ સામે ફરિયાદો ઉઠતા કલેકટરે રૂબરૂ મુલાકાત કરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્વોરીમાં થતા બ્લાસ્ટીંગના કારણે ધાતરવડી-1 ડેમને અસર થતી હોવાની રજૂઆત

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ધમધમતી સૌથી મોટી ક્વોરી લીઝની આજે જિલ્લા કલેકટરે મુલાકાત કરી હતી. ક્વોરીમાં થતા બ્લાસ્ટીંગના કારણે ધાતરવડી-1 ડેમને નુકસાન થવાની આશંકા વ્યકત કરવામાં આવતા આજે કલેકટર દ્વારા ક્વોરી લીઝની મુલાકાત કરવામાં આવી હતી.

રાજુલાના ભાક્ષી ગામ નજીક આવેલી ક્વોરી લીઝમાં થતા બ્લાસ્ટિંગના કારણે ડેમને અસર થઈ રહી હોવા અંગે અગાઉ સિંચાઈ વિભાગ દ્વારા પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આજે કલેકટર રાજુલા-જાફરાબાદ વિસ્તારની મુલાકાતે હતા. કલેકટર દ્વારા ધાતરવડી-1 ડેમ પાસે ચાલતી ક્વોરી લીઝની મુલાકાત કરી હતી અને લીઝ એરિયાનું ધાતરવડી-1 ડેમથી કેટલું અંતર છે તેની માહિતી મેળવી હતી.

આ ક્વોરી લીઝ રાજુલા પંથકની સૌથી મોટી લીઝ છે. અહીંથી મસમોટા પથરો બ્લાસ્ટિંગ કરી આસપાસના ઉધોગ કંપનીઓમાં લઈ જવાય છે. જેના કારણે અહીં સતત ક્વોરીમાં બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. જેના કારણે ધાતરવડી-1 ડેમને નુકસાન જઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠતા કલેકટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત રાજુલા શહેરના ખાતે વિશ્રામગૃહનું કામ ચાલી રહ્યું છે તેની સમીક્ષા કરી હતી અને રાજુલાના કોટડી ગામ તથા બલાણા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી તલાટી દફ્તરીની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ જાફરાબાદના સાકરીયા ગામની પણ મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...