તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અમરેલીમાં પોલીસકર્મી સામે આવક કરતાં 66.11 ટકા વધુ સંપત્તિ સામે આવતા ફરિયાદ નોંધાઈ, ACBએ તપાસ હાથ ધરી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહ જાડેજા - Divya Bhaskar
પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહ જાડેજા
  • ACBએ પોલીસકર્મી અને તેના પત્નીના નામે રહેલી મિલકતોના પુરાવા એકત્ર કર્યાં

અમરેલી ACBમાં આવક કરતાં વધુ સંપત્તિ સામે આવતા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ છે. બોટાદ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી પાસે આવક કરતા 66.11 ટકા વધુ સંપત્તિ મળી આવતા ACBમાં ફરિયાદ થઈ છે. જેથી ACBએ સમગ્ર મામલે જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.

64 લાખથી વધુની ગેરકાયદે આવક હોવાનું સામે આવ્યું
બોટાદ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે ACBમાં ફરિયાદ નોંધાઈ છે. આવક કરતા 66.11 ટકા એટલે કે 64 લાખ 14 હજાર 886 રૂપિયાની ગેરકાયદેસર આવક થઈ હોવાનું સામે આવ્યું છે. આવક કરતા વધુ સંપત્તિને લઈને ACB દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસકર્મી સામે ACBએ તપાસ હાથ ધરી
ધર્મેન્દ્રસિંહ જાડેજાની સંપત્તિની પ્રાથમિક તપાસ દરમિયાન ધર્મેન્દ્રસિંહની અને તેના પત્નીના નામે રહેલી મિલકત અંગેના પુરાવા એકત્ર કરવામાં આવ્યાં હતાં. જેમાં તેની આવકના સાધનોમાંથી થયેલી કુલ આવક 1 કરોડ 18 હજાર 338ની સામે કુલ રોકાણ 1 કરોડ 64 લાખ 23 હજાર 224 રૂપિયા થયેલી હોવાનું સામે આવ્યું હતું. જેથી 64 લાખ 14 હજાર 886ની અપ્રમાણસર મિલકતો વસાવવામાં આવી હોવાનું સામે આવતા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ છે.

(જયદેવ વરૂ-અમરેલી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો