તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:બગસરામાં બે સ્થળેથી બે ટ્રેકટરની ચોરી થતા ફરિયાદ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • તસ્કરો 2.25 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા

બગસરામા આવેલ મેઘાણી હાઇસ્કુલ પાસે તેમજ નટવરનગરના ગેઇટ પાસે પડેલ ટ્રેકટરની કોઇ અજાણ્યા તસ્કરો ચોરી કરીને લઇ જતા બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે. અહી ડેરી પીપરીયામા રહેતા રતિલાલ ભગવાનભાઇ વઘાસીયાએ બગસરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે પોતાનુ ટ્રેકટર નંબર જીજે 10 ડી 9967 કિમત રૂપિયા 1.25 લાખનુ બગસરા મેઘાણી હાઇસ્કુલ પાસે પડયુ હોય કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઇ ગયો હતો. જયારે વાંકીયા ગામે રહેતા હર્ષદભાઇ કિશોરભાઇ અકબરીએ બગસરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે પોતાનુ ટ્રેકટર નંબર જીજે 4 એચ 7666 કિમત રૂપિયા એક લાખનુ નટવરનગરના ગેઇટ પાસે રાખ્યું હોય કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઇ ગયો હતો. બનાવ અંગે પોલીસે બંનેની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જે.કે.ડામોર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો