તપાસ:યુવતી જે યુવક સાથે લગ્નના ઇરાદે ભાગી તેની સામે દુષ્કર્મની ફરિયાદ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ યુવતી અને તેના પ્રેમીના અપહરણની ફરિયાદ થઇ હતી

રાજુલા તાલુકાના આગરીયા ગામની યુવતીને વિસાવદરના રાજપરા ગામના યુવક સાથે પ્રેમસંબંધ હોય લગ્ન કરવાના ઇરાદે બંને નાસી ગયા હતા. ત્યારબાદ હવે આ યુવતીએ તેના પ્રેમી સામે દુષ્કર્મ આચરવા સબબ ફરિયાદ નોંધાવી છે.રાજુલાના આગરીયાની 24 વર્ષીય યુવતીએ આ બારામા વિસાવદર તાલુકાના રાજપરા ગામના સંદિપ અરજણભાઇ વણઝારા ઉપરાંત અમરેલી તાલુકાના કેરાળા ગામે રહેતા સંદિપના માસા રવજીભાઇ અને માસી સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

જેમા તેણે જણાવ્યું હતુ કે તેને સંદિપ સાથે એક વર્ષથી પ્રેમસંબંધ છે. અને બંનેએ લગ્ન કરી સાથે રહેવાનુ નક્કી કરી તારીખ 30/8ના રોજ રાત્રે એકાદ વાગ્યાના સુમારે નાસી છુટયા હતા. ઘરેથી નાસ્યા બાદ બંને કેરાળામા સંદિપના માસાના ઘરે રોકાયા હતા. જયાં રાત્રીના સમયે સંદિપે તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. તેણે સંદિપ સાથે લગ્ન નહી કરવાનુ કહેતા તેને એક ઝાપટ પણ મારી હતી. સંદિપના માસા માસીએ પણ જો તુ સંદિપ સાથે લગ્ન નહી કરે તો મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. તાલુકા પીએસઆઇ પી.વી.સાંખટ બનાવની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...