કાર્યવાહી:મહિલાને મરી જવા મજબુર કરવા સબબ 2 સામે ફરિયાદ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તારે દીકરો થતો નથી કહી મેણાંટોણાં મારતા મહિલાએ પાણીના ટાંકામાં પડી જઇ આપઘાત કરી લીધો હતો

મુળ બગસરાના નવી હળીયાદ અને ધારીના હરિપરામા સાસરે સ્થિત મહિલાને તેના સાસરીયાએ તારે દીકરો થતો નથી કહી મેણાટોણા મારતા તેણે પાણીના ટાંકામા પડી આપઘાત કરી લેતા બંને સામે મરી જવા મજબુર કરવા સબબ ગુનો નોંધાયો છે.નવી હળીયાદમા રહેતા વજુભાઇ બાવાભાઇ ગોધાણી (ઉ.વ.58) નામના આધેડે ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની દીકરી મીનાક્ષીબેનને તેના સસરા છગનભાઇ વલ્લભભાઇ પાઘડાળ તથા કિરણભાઇ છગનભાઇ પાઘડાળ બંનેએ તારે દીકરો થતો નથી તુ વાંજણી કહેવાય કહી મેણાટોણા મારી માનસિક દુખત્રાસ ગુજાર્યો હતો.

જેના કારણે મીનાક્ષીબેને તેના ઘરમા ભુગર્ભમા બનાવેલા પાણીના ટાંકામા પડી જીવન ટુંકાવી લીધુ હતુ. આ બંને શખ્સોએ તેને મરી જવા મજબુર કરતા તેણે આ પગલુ ભર્યુ હતુ. બનાવ અંગે પીએસઆઇ ડી.સી.સાકરીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...