તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મહિલાને મરી જવા મજબુર કરવા સબબ 3 સામે ફરિયાદ

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાસરિયાઓના ત્રાસથી એસીડ પી લીધુ હતું

જાફરાબાદ તાલુકાના સાેખડામા રહેતા અેક મહિલાને પતિ સહિત સાસરીયાઅે અવારનવાર દુખત્રાસ ગુજારતા તેણે અેસીડ પી જીવન ટુંકાવી લીધુ હતુ. અા બારામા ત્રણેય સામે તેને મરી જવા મજબુર કરવા સબબ નાગેશ્રી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

ભાડેરમા રહેતા સાેનુબેન બીછુભાઇ વાળા (ઉ.વ.55) નામના મહિલાઅે નાગેશ્રી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની દીકરી રવિનાબેન સાેખડા ગામે સાસરે હાેય ભાવેશ જીલુભાઇ વરૂ, રેખાબેન જીલુભાઇ વરૂ અને ઉમાબેન જીલુભાઇ વરૂઅે કામકાજ કરવા તેમજ રસાેઇ બનાવવા બાબતે અવારનવાર દુખત્રાસ અાપતા હતા.

જેના કારણે રવિનાબેને અેસીડ પી લેતા તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. તેમની દીકરીને મરી જવા મજબુર કરાઇ હાેય જેથી અા પગલુ ભર્યુ હતુ. બનાવ અંગે પીઅેસઅાઇ ડી.બી.મજીઠીયા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...