તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભદ્ર લખાણ ભારે પડ્યું:મહિલા સરપંચના ફોટો પર ફેસબુકમાં બીભત્સ કોમેન્ટ કરતા યુવક સામે ફરિયાદ

અમરેલી3 મહિનો પહેલા
  • જિલ્લા ભાજપ દ્વારા સરપંચને મહિલા મોરચાના મહામંત્રી તરીકેનો હોદ્દો ફેસબુકમાં પોસ્ટ કરતા વિવાદ થયો

અમરેલી જિલ્લામાં આવેલ કુંકાવાવ ગામના તરઘરી ગામના મહિલા સરપંચ રમાબેન હિરપરાને તાજેતર ભાજપ દ્વારા અમરેલી જિલ્લામાં મહિલા મોરચાના મહામંત્રી તરીકે નિમણુક કરી હતી. જેમાં એક ફોટો તેમને ફેસબુકમાં શેર કર્યો હતો. તે દરમિયાન ભાવેશ નિમાવત નામના શખ્સ દ્વારા તે ફોટામાં બીભત્સ કોમેન્ટ કરતા વિવાદ થયો છે. તેથી સરપંચ દ્વારા વડીયા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અભદ્ર ટીપણી કરતા ભાજપ કાર્યકરો તથા મહિલાઓમાં રોષ

તાજેતરમાં પ્રદેશ ભાજપ અને અમરેલી જિલ્લા ભાજપ દ્વારા કેટલીક મહિલાઓને હોદ્દા આપી મહત્વની જવાબદારી સોંપી હતી. જેમાં રમાબેન હીરપરા નામની મહિલાને મહિલા મોરચા મહામંત્રી તરીકેની નિમણુક થતા ફેસબુક પર અભિનંદન આપ્યા હતા. તે વચ્ચે આ તરઘરી ગામના શખ્સ ભાવેશ નિમાવત દ્વારા અભદ્ર ટીપણી કરતા ભાજપ કાર્યકરો તથા મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે. જેમાં મામલો પોલીસ સ્ટેશન પહોંચતા મહિલા રમાબેન દ્વારા તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

ડીમોલેશનની કામગીરીનું મનદુઃખ રાખી અભદ્ર કોમેન્ટ કરી

તરઘરી ગામમાં સરકારી જમીનો ઉપર દુકાનો હતી. તે દુકાનો ઉપર ડીમોલેશન કરી દૂર કરી તેનું મનદુઃખ રાખી આ અભદ્ર કોમેન્ટ કરવામાં આવી છે. જ્યારે બાદલપુર ગામના ઉપસરપંચ દ્વારા ફેસબુકમાં ફોટો મૂકી અભિનંદન આપ્યા હતા. પરંતુ તે વચ્ચે આ ઇસમને સારું નહિ લાગતા બીભત્સ કોમેન્ટ કરતા ભારે વિવાદ અને મહિલા કાર્યકરોમાં રોષ જોવા મળતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. તરઘરી ગામના સરપંચ રમાબેન હીરપરાએ જણાવ્યું છે કે મારા ગામમાં નવુ બસસ્ટેન્ડ બનાવવા માટે 2 દુકાનોના ડીમોલેશન કર્યા હતા. તેના કારણે આ શખ્સ દ્વારા મારા ફોટામાં અભદ્ર ટીપણી કરી છે. મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...