નર્મદા સિમેન્ટ કંપનીમાં તોડફોડ:જાફરાબાદના બાબરકોટમાં આવેલી કંપનીમાં બબાલ થતા સરપંચ સહિત 8 મહિલાઓ સામે ફરિયાદ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીના કારણે પ્રદૂષણ ફેલાતું હોવાનો આક્ષેપ
  • કંપની સામે રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા ગુસ્સે ભરાયેલા લોકોએ પગલું ભર્યું- અનકભાઈ

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ પાસે આવેલી નર્મદા સિમેન્ટ કંપનીમાં ગતરાત્રિએ સરપંચ સહિત 8 મહિલાઓએ હોબાળો મચાવી તોડફોડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં નર્મદા સિમેન્ટ કંપની આવેલી છે. રાત્રીના સમયે બાબરકોટ ગામના મહિલા સરપંચ કેલાસબેન બાલુભાઈ ભાલીયા તથા બીજી સાત આઠ મહિલાઓ ગેરકાયદેસર મંડળી બનાવી નર્મદા સીમેન્ટ કંપનીના માઇન્સ વિભાગમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ડોઝરના કાચ તોડી આશરે રૂ.1,00,000 (એક લાખ)નું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જેના કારણે આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે.

મહિલા સરપંચના પતિ અનકભાઈએ જણાવ્યું હતું કે, કંપનીના મટીરીયલ અને કેમિકલના કારણે ગામમાં ભારે પ્રદૂષણ ફેલાય છે. આ અંગે અવાર નવાર કંપની અને કલેકટરને રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ પરિણામ ન આવતા રોષે ભરાયેલા લોકોએ આ પગલુ ભર્યું છે.

અગાઉ નર્મદા સિમેન્ટ કંપનીની લોક સુનાવણી વખતે પણ ગ્રામજનો દ્વારા આક્રોશપૂર્ણ રોષ સાથે રજૂઆતો કરી હતી અને વિરોધનો વંટોળ સર્જાયો હતો ત્યાર બાદ ફરી ધમાલ મુદ્દે ફરિયાદ નોંધાતા ગ્રામજનોમાં વધુ રોષે ભરાયના સમાચાર મળી રહ્યા છે. આવતા દિવસોમાં કંપની અને ગ્રામજનો વચ્ચે વિવાદ વધુ વધી શકે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...