તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:માણાવાવની સીમમાંથી રેતી ચોરી ઝડપાઇ, 3 સામે ફરિયાદ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાેલીસે ત્રણ લાખનાે મુદ્દામાલ કબજે લીધાે

અમરેલી જિલ્લામા રેતી ચાેરીનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પાેલીસે ચલાલા નજીક માણાવાવની સીમમાથી રેતી ચાેરી ઝડપી પાડી હતી. પાેલીસે ત્રણ શખ્સાે સામે ગુનાે નાેંધી કુલ રૂપિયા ત્રણ લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રેતી ચાેરી ઝડપાયાની અા ઘટના માણાવાવની સીમમા બની હતી. પ્રાપ્ત વિગત મુજબ, પાેલીસે અહીથી નંબર પ્લેટ વગરના ટ્રેકટરમા રેતી ચાેરી કરવામા અાવી રહી હાેય ઝડપી લીધી હતી. અહીના શેત્રુજી નદીના વહેણમાથી રેતી ચાેરી કરવામા અાવી રહી હતી. પાેલીસે લખધીર જાેરૂભાઇ વાળા, જાેરૂભાઇ ભીમભાઇ વાળા અને ગટુભાઇ નનકુભાઇ બાેરીચા સામે ગુનાે નાેંધ્યાે હતાે.

બનાવની વધુ તપાસ અેઅેસઅાઇ અેલ.અેમ.શ્રીમાળી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...