કાર્યવાહી:બગસરા, ઇંગોરાળામાંથી રેતી ચોરી ઝડપાઇ, 2 સામે ફરિયાદ

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લામાં વધુ બે સ્થળેથી રેતી ચોરી ઝડપાઇ
  • પોલીસે​​​​​​​ રેતી અને ટ્રેકટર મળી 5.81 લાખનો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી જિલ્લામા હજુ પણ શેત્રુજી સહિત નદીના પટમાથી બેફામ રેતી ચોરી ચાલી રહી છે. ત્યારે પોલીસે લીલીયાના ઇંગોરાળાની શેત્રુજી નદીના પટ તેમજ બગસરામાથી રેતી ચોરી ઝડપી પાડી હતી. પોલીસે બંને સ્થળેથી પાંચ લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. લીલીયા પોલીસે ઇંગોરાળા ડાંડ ગામની સીમમા શેત્રુજી નદીના પટમા રેતી ચોરી ચાલી રહી હોય અહી તપાસ કરતા ટ્રેકટર નંબર જીજે 04 એડી 5975મા રેતી ચોરી થતી હોવાનુ જણાતા પોલીસે ઇસમાલભાઇ હુસેનભાઇ બુકેરા નામના શખ્સ સામે ગુનો નોંધી ટ્રેકટર અને રેતી મળી કુલ રૂપિયા 3.81 લાખનો મુદામાલ કબજે લીધો હતો.

બનાવ અંગે એએસઆઇ સી.બી.ટીલાવત આગળની તપાસ ચલાવી રહ્યાં છે.આ ઉપરાંત બગસરા પોલીસે અહીથી પસાર થતા ટ્રેકટરને અટકાવી ચાલક ચેતાન જરૂભાઇ અમલીયારની પુછપરછ કરતા તેણે કોઇ પાસ પરમીટ કે લીઝ વગર ગેરકાયદે રેતી ભરી હોવાનુ જણાતા પોલીસે તેની તથા આસીફભાઇ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે અહીથી બે લાખનો મુદામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...