વળતર:સાવરકુંડલા તાલુકાના હાથસણીના સાત ખેડૂતોને 15.88 લાખનું વળતર ચૂકવાયું

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે શેલ દેદુમલ ડેમ ભરાઇ જતા ખેતરાેમાં પાણી ભરાતા નુકસાન થયું હતું

સાવરકુંડલા તાલુકાના હાથસણીમા ગત વર્ષે શેલ દેદુમલ ડેમ સંપુર્ણ સપાટીઅે ભરાઇ જતા અાસપાસના ખેતરાેમા પાણી ભરાઇ જતા ખેડૂતાેને વ્યાપક પ્રમાણમા નુકશાન પહાેંચ્યુ હતુ. અા અંગે રજુઅાત કરાતા સિંચાઇ વિભાગ દ્વારા અહીના 7 ખેડૂતાેને 15.88 લાખનુ વળતર ચુકવ્યું હતુ.ગત વર્ષે પડેલ પુષ્કળ વરસાદના લીધે શેલ દેદુમલ ડેમમા પાણીની વ્યાપક અાવક થતા ડેમ સંપુર્ણ સપાટીઅે ભરાઇ ગયાે હતાે. જેના કારણે હાથસણી ગામના સાત જેટલા ખેડૂતાેના ખેતરમા પાણી ઘુસી જતા ખેતરાેમા ઉભા પાકને વ્યાપક નુકશાન પહાેંચ્યુ હતુ.

અા બાબતે ખેડૂત ખાતેદરાે દ્વારા સ્થાનિક સિંચાઇ વિભાગના અધિકારીઅાેને અનેક વખત અરજી અાપવા છતા ખેડૂતાેને થયેલ નુકશાનનુ વળતર ન મળતા અા ખેડૂતાેઅે સાંસદ સમક્ષ રજુઅાત કરી હતી.સાંસદ કાછડીયા દ્વારા અા રજુઅાતને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ નિવારણ બેઠકમા લેતા સિંચાઇ વિભાગ તરફથી હાથસણી ગામના સાત ખેડૂતાેને વળતરની રકમ ચુકવાઇ હતી.

ખેડૂત ગાેકળભાઇ દેવાણીને 2.36 લાખ, જયસુખભાઇ સુતરીયાને 2.31 લાખ, મનુભાઇ સુતરીયાને 2.83 લાખ, સાકરબેન બુહાને 6.13 લાખ, વિઠ્ઠલભાઇ બુહાને 1.37 લાખ અને કંચનબેન બુહાને 28 હજાર, વિઠ્ઠલભાઇને 57 હજાર મળી કુલ 15,88,006નુ વળતર ચુકવાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...