રજૂઆત:હોમગાર્ડ જવાનોને વાવાઝોડાથી મકાન નુકસાનનું વળતર આપો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી યોજના મુજબ સહાય આપવા કમાન્ડન્ટ જનરલને રજૂઆત
  • કલ્યાણનિધીમાં હોમગાર્ડના જવાનો દર વર્ષે રૂપિયા 300 જમા કરાવે છે

જિલ્લામાં વાવાઝોડા દરમિયાન હોમગાર્ડ જવાનોના મકાનમાં ભારે ખાનાખરાબી થઈ હતી. પણ તેમને કોઈ જ પ્રકારનું વળતર મળ્યું નથી. જેના કારણે હોમગાર્ડના પરિવારજનોની સ્થિતિ કથળી છે. ત્યારે વાવાઝોડામાં થયેલ મકાન નુકશાનીનું વળતર આપવા હોમગાર્ડ જવાનોમાં માંગણી ઉઠી છે.

હોમગાર્ડ દળને સુદઢ બનાવવા માટે વેલ્ફેર, મેડિકલ, મરણોત્તર અને શિષ્યવૃતિ માટે ગૃહ વિભાગ દ્વારા વેલ્ફેર ફંડ ઉભુ કરવામાં આવેલ છે. આ કલ્યાણનિધીમાં હોમગાર્ડ જવાનો દર વર્ષે રૂપિયા 300 જેટલી રકમ જમા કરાવે છે. તેમાં જોડાયેલા સભ્યોને મરણોત્તર સહાય, તબીબી સહાય, સંતાનોને પ્રોત્સાહક સહાય જેવી અન્ય કેટલીક સહાય મળે છે. પણ અમરેલી જિલ્લામાં તૌક્તે વાવાઝોડા દરમિયાન અનેક હોમગાર્ડ જવાનના મકાનમાં નુકશાની પહોંચી હતી.જેના કારણે હોમગાર્ડ જવાનનો પરિવાર તહેવાર સમયે જ મુશ્કેલીમાં મુકાયો છે. હજુ સુધી તેમના ઘરમાં નુકશાનની ભરપાઈ થઈ નથી. ત્યારે હોમગાર્ડ જવાનોને વાવાઝોડામાં મકાન નુકશાનીનું સરકાર વળતર આપે તેવી સાંસદ નારણભાઈ કાછડીયાએ કમાન્ડન્ટ જનરલને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...