તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:અમરેલીમાં 'મારુ ગામ કોરોનામુક્ત ગામ' અભિયાન અંતર્ગત 255 ગામોમાં શરૂ થશે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળાઓ, કાેમ્યુનિટી હાેલનાે ઉપયાેગ કરાશે : દવાઓ, ઓકિસજન અને બેડની સુવિધા પણ ઉભી કરવામાં આવશે

ગુજરાત સ્થાપના દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમા 'મારુ ગામ કોરોનામુક્ત ગામ' અભિયાનનો પ્રારંભ કરાવી દરેક ગામ કોરોનામુક્ત બને એ દિશામાં કાર્ય કરવા અપીલ કરી છે. ત્યારે અમરેલી જિલ્લામા આ અભિયાનને વેગ આપવા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડવામા આવ્યો છે.

જિલ્લામા ગ્રામ્યકક્ષાએ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈ 255 જેટલા કોમ્યુનિટી કોવીડ સેન્ટર શરુ કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્રામ્યકક્ષા તથા તાલુકા કક્ષાએ બનાવેલી સમિતિ રોજબરોજની કામગીરીનુ સુપરવિઝન તેમજ મોનીટરીંગ કરશે આ સેન્ટરો ઉપર માઈલ્ડ લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપવામાં આવશે તેમજ સેન્ટરો ઉપર દવાનો જથ્થા, ઓક્સિજન, પૂરતા બેડની વ્યવસ્થા કરવામાં આવશે.

આગામી દિવસોમાં 255 થી વધુ ગામોમાં તાત્કાલિક અસરથી કોવીડ સેન્ટરો ઉભા કરવાની કવાયત હાથ ધરી છે જ્યારે રાજ્યકક્ષાએથી અમરેલી વહીવટી તંત્ર ને સૂચના આપતા ગ્રામ્યકક્ષાએ સરપંચ, તલાટી, ઉપસરપંચ, સામાજિક આગેવાન, ગ્રામ પંચાયતના સભ્ય તથા અન્ય પ્રતિનિધિઓ સહીત 10 સભ્યોની સમિતિ બનાવવામાં આવશે અને તાલુકા કક્ષાએ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કોવીડ-19ની માર્ગદર્શિકા અનુસાર સુપરવિઝન અને મોનીટરીંગ કરવામાં આવશે.

રાજુલાના તાલુકા વિકાસ અધિકારી પ્રણવ જોશી સાથે વાતચીત કરતા કહ્યું રાજુલાના કોવાયા અને ખાખબાઈ ગામે કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે. કોરોનાની પરિસ્થિતિમાં કોવાયા સ્થિત ખાનગી કંપનીએ કોવીડ સેન્ટર ચાલુ કરવામાં મદદરૂપ બનીને નોંધનીય કામગીરી કરી છે. તેવી જ રીતે કુંકાવાવના તાલુકા વિકાસ અધિકારી મિલન રાવ કહે છે કે હનુમાન ખીજડીયા ગામે કોવીડ સેન્ટર ચાલુ કરવામાં ગામના પદાધિકારીઓ અને ગ્રામજનોનો ખુબ મોટો સાથ સહકાર મળ્યો છે.

અમરેલી જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર એ કહ્યુ ગ્રામ્ય કક્ષાએ કોવીડ કેર સેન્ટર ચાલુ કરવા માટે ગામની શાળા, આંગણવાડી, સમાજવાડી, કોમ્યુનિટી હોલ કે અન્ય સામાજિક સંસ્થાની જગ્યાનો ઉપયોગ કરી શકાય છે. ઉપરથી સૂચના મળ્યાના ફક્ત બે જ દિવસમાં અમરેલી જિલ્લામાં રાજુલા અને કુંકાવાવ તાલુકાના ગામોમાં કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટર હાલ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

10 સભ્યાેની સમિતી બનાવાશે
જિલ્લા વિકાસ અધિકારીએ સમીતીઓ અંગે જણાવ્યું હતુ કે સરપંચ, તલાટી, ઉપસરપંચ, સામાજીક આગેવાનાે, ગ્રામ પંચાયતના સભ્યાે અને અન્ય પ્રતિનિધી સહિત 10 સભ્યાેની દરેક ગામમા સમિતી બનાવવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...