શુભ વિવાહ:અમરેલી જિલ્લામાં લગ્નની સિઝનનો પ્રારંભ, ખાંભાના ડેડાણમાં કોળી સમાજના સમૂહલગ્ન યોજાયા

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમૂહલગ્નમાં 40 નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાયા

તુલસી વિવાહ બાદ લગ્નસરાની સિઝન શરૂ થતા લગ્નની શરણાઈઓ ગૂંજી ઉઠી છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ મોટી સંખ્યામાં લગ્નના આયોજન થયા છે. ખાંભાના ડેડાણમાં યોજાયેલા કોળી સમાજના લગ્નમાં મંત્રી આરસી મકવાણા સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને નવદંપતીના આશીર્વાદ આપ્યા હતા.

ખાંભાના ડેડાણ ગામમાં કોળી સમાજ દ્વારા આજે સમૂહ લગ્નનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં 40 નવદંપતીઓ લગ્નગ્રંથીએ જોડાયા હતા. સમૂહ લગ્નમાં નવદંપતીને આશીર્વાદ પાઠવવા માટે રાજ્ય સરકારના મંત્રી આરસી મકવાણા, પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી,સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા સહિત રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...