તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ગાયકવાડી રાજમહેલના રીનોવેશન માટે સર્વેનો પ્રારંભ

અમરેલી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માર્ગ, મકાન વિભાગ લાઈબ્રેરી, મ્યુઝિયમ માટે અંદાજ કાઢી ગ્રાન્ટ માંગશે

અમરેલીમાં આવેલ ગાયકવાડી રાજમહેલના રીનોવેશન માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. અહીં લાઇબ્રેરી ઉપરાંત મ્યુઝિયમ માટે અંદાજ લગાવી સરકાર પાસે ગ્રાન્ટ મંગાશે.ગાયકવાડી રાજમહેલ બિલ્ડીંગ વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળે છે. અમરેલી શહેરની વચ્ચે ગાયકવાડી શાસનમાં બનેલ રાજમહેલ બિલ્ડીંગ હજુ પણ હયાત છે. જેમાં અનેક સરકારી કચેરીઓ કાર્યરત હતી. પરંતુ વર્ષોથી ગાયકવાડ શાસનમાં બનેલ રાજમહેલનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે.

અહીં રીનોવેશન કરી લોક ઉપયોગ માટે લાઈબ્રેરી અને મ્યુઝિયમ બનાવવા માટે શહેરવાસીઓની માંગણી હતી. તેવા સમયે હવે માર્ગ અને મકાન વિભાગે રાજમહેલ બિલ્ડીંગના રીનોવેશન માટે સર્વે શરૂ કર્યો છે. અમરેલી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એમ.આર.સુમરાએ જણાવ્યું હતું કે રાજમહેલ બિલ્ડીંગના રીનોવેશન માટે કલેકટરની સુચનાથી સર્વે શરૂ કરવામાં આવ્યો છે. અહીં લાઈબ્રેરી અને મ્યુઝિયમ માટે અંદાજ લગાવી સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો