તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૈક્ષણિક કાર્ય શરૂ:અમરેલી જિલ્લાની 45 શાળામાં 12 સાયન્સના પરીક્ષા ફોર્મની પ્રક્રિયા શરૂ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • 20 ફેબ્રુઆરી સુધી વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે

અમરેલી જિલ્લાની 45 શાળામાં 12 સાયન્સના પરીક્ષા ફોર્મની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અહીં કોરોના કાળમાં ઓનલાઈન અભ્યાસ અને હવે શાળા શરૂ થયા પછી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરાઇ છે. વિદ્યાર્થીઓ 20મી સુધી શાળામાં જ પરીક્ષા આપવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. અમરેલી જિલ્લામાં કોરોનાના કપરા કાળમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ હતું. જે બાદ 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12નો અભ્યાસ ક્રમ શાળાઓમાં શરૂ થયો છે.

તેવા સમયે શાળા શરૂ થયાને થોડા સમયમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પરીક્ષા ફોર્મની પ્રક્રિયા શરૂ કરાઇ છે. અમરેલી જિલ્લા શિક્ષણ નિરીક્ષક જી.એમ.સોલંકીએ જણાવ્યુ હતુ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલ રજીસ્ટ્રેશન અને શિક્ષક રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લાની 45 શાળામાં ધોરણ 12 સાયન્સના પરીક્ષા ફોર્મ ભરવાનું શરૂ કરાયું છે. 20મી સુધી છાત્રો શાળામાં જ ફોર્મ ભરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો