અમરેલી જિલ્લામાં આજથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. 1495 વિદ્યાર્થી રસાયણીક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનમાં ચાર કેન્દ્ર પર 10 દિવસ સુધી પરીક્ષા આપશે. બે વર્ષ બાદ ધોરણ 12માં પરીક્ષાનો પ્રારંભ થતા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું.જિલ્લાના અમરેલી, લાઠી, બગસરા અને સાવરકુંડલામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષા માટે કેન્દ્ર તૈયાર કરાયા છે. અહી 2 થી 12 માર્ચ સુધી રસાયણ વિજ્ઞાનમાં 1495, ભૌતિક વિજ્ઞાનમાં 1495 અને જીવ વિજ્ઞાનમાં 1032 વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલ પરીક્ષા આપશે.
આજથી વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે 615 છાત્રોમાંથી 611 હાજર અને 4 ગેરહાજર રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી એમ.જી પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લાના ચાર કેન્દ્ર પર સવારે 10 થી 1 અને 2 થી 5 કલાક સુધી બે સેસન્સમાં વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષા યોજાઈ રહી છે. એક બેંચમાં 20 છાત્રોને બોલાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.