અમરેલી માર્કેટ યાર્ડમાં સિઝનના નવા મગની આવકનો આરંભ થયો હતો. અહી પ્રતિ મણનો ભાવ રૂપિયા 1251 રહ્યો હતો. અમરેલી જિલ્લામાં ઓણસાલ મગનું વાવેતર 1191 હેકટરમાં થયું છે. ઉપરાંત જિલ્લાભરની માર્કેટમાં આગામી દિવસોમાં સિઝનના નવા મગની આવકમાં વધારો થશે.અમરેલી માર્કેટ યાર્ડના સેક્રેટરી તુષારભાઈ હપાણીએ જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે માર્કેટ યાર્ડમાં સિઝનના નવા મગની આવકનો આરંભ થયો હતો.
અહી દહીડાના દલપતભાઈ કથીરીયા માર્કેટ યાર્ડમાં 50 મણ નવા મગ લઈ આવ્યા હતા. અહી તેમને પ્રતિ મણનો ભાવ રૂપિયા 1251 મળ્યો હતો. હજુ પણ આગામી દિવસોમાં માર્કેટ યાર્ડમાં નવા મગની આવકમાં વધારો થશે.બીજી તરફ જિલ્લામાં ઓણસાલ 1191 હેકટરમાં મગનું વાવેતર થયું છે. જેમાં અમરેલીમાં 132, બાબરામાં 230, બગસરામાં 98, ધારીમાં 25, જાફરાબાદમાં 77, ખાંભામાં 73, લીલીયામાં 102, રાજુલામાં 117, સાવરકુંડલામાં 277 અને કુંકાવાવમાં 60 હેકટરમાં મગનું વાવેતર નોંધાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.