તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:અમરેલીના તરવડા ગુરૂકુળ દ્વારા કાેરાેના સારવાર સેવારથનાે પ્રારંભ

અમરેલી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એલાેપથી દવાઓ, આયુર્વેદિક ઔષધિ અને મિથીલીન બ્લુ ફ્રીમાં અપાશે

સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની શાખા ગુરુકુલ-તરવડા અમરેલી ખાતે "કોરોના સારવાર સેવારથ" શરૂ કરાયો છે. રાજકોટ ગુરુકુલના મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી રાજકોટ ખાતે વિનામૂલ્યે સારવાર તથા ભોજનપ્રસાદ સાથે 100 બેડનું કોરોના સારવાર કેન્દ્ર ચાલી રહ્યું છે.

વધુમાં કોરોના મહામારીનું ગામડાઓમાં પણ વધતું જતું પ્રમાણ અટકાવવા તથા ગામડાના સામાન્ય પરિસ્થિતિના પરિવારોને નિશુલ્ક સારવાર પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી તરવડા ગુરુકુળ ખાતે "કોરોના સારવાર સેવારથ" ચાલુ કરાયો.જેમાં ફ્રી ઓફ ચાર્જમાં સારી એલોપથી દવાઓ,આયુર્વેદિક ઔષધી તથા મિથીલીન બ્લુ વગેરે સામગ્રીઓ આપી ઘરબેઠા દર્દીઓને આરોગ્ય સારવાર મળશે.

આ કાર્યમાં અનુભવી ડો.હાર્દિક કાથરોટીયા તથા તરવડા ગુરુકુળના સંનિષ્ઠ સાયન્સ શિક્ષક પિયુષભાઈ સાવલિયા સ્વયંસેવક તરીકે જોડાઈ સમાજસેવા કરી રહ્યા છે.આ પ્રસંગે તરવડા ગુરુકુલના મહંત સ્વામી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તોને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે "યથાશક્તિ રોગાતુર ની સેવા કરવી" આ આજ્ઞાનું પાલન કરી દેશ,સમાજ અને ભગવાનની સેવા કરવા આપણે નિમિત્ત બન્યા છીએ.આ કાર્યથી દરેકના હૃદયમાં બેઠેલા ભગવાન શ્રી હરિ પ્રસન્ન થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો