શિક્ષણ:જિલ્લામાં ધોરણ 9 થી 12ના 60538 વિદ્યાર્થીની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 1 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન : છાત્રોને રીઝલ્ટ બાદમાં અપાશે

જિલ્લામાં 131 ગ્રાન્ટેડ, 47 સરકારી અને 136 ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 12માં 60538 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હવે 19 થી 29 ઓક્ટોબર સુધી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે. અહી પરિક્ષાનો સમય ધોરણ 9 અને 11નો 2 કલાક તથા ધોરણ 10 અને 12નો 3 કલાકનો રહેશે.ધોરણ 9 અને 11માં 50 ગુણ, ધોરણ 10માં 80 ગુણ અને ધોરણ 12માં 100 ગુણમાં પ્રશ્ન પુછવામાં આવશે.

જિલ્લા શિક્ષણાધીકારી એમ.જી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે 1 થી 22 નવેમ્બર સુધી શાળાઓમાં દિવાળી વેકેશન રહેશે. વેકેશન પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષાનું રીઝલ્ટ જાહેર કરાશે.ઉપરાંત શિક્ષણ વિભાગના જી.એમ. સોલંકીએ જણાવ્યું હતું કે ધોરણ 9 થી 12માં અમરેલી તાલુકામા 14097, બાબરામાં 5000, બગસરામાં 3518, ધારીમાં 4543, જાફરાબાદમાં 4014, ખાંભામાં 3300, કુંકાવાવમા 2814, લાઠીમાં 4858, લીલીયામાં 759, રાજુલામાં 7740 અને સાવરકુંડલા તાલુકામાં 8895 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

પ્રા. શાળામાં પરીક્ષા અંગે નિર્ણય થયો નથી
અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.જી. પ્રજાપતિએ જણાવ્યું હતું માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં પરીક્ષાનો પ્રારંભ થયો છે. પણ હજુ પ્રાથમિક શાળામાં પરીક્ષા લેવા અંગે નિર્ણય લેવાયો નથી. કેવી રીતે અને ક્યારે પરીક્ષા લેવાશે ? તે પરીપત્ર મળ્યા બાદ નક્કી થશે. - અેમ. જી. પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી

અન્ય સમાચારો પણ છે...