ડીડીઓ સહિતનાએ લીધી વેક્સિન:જિલ્લામાં વેક્સિનના બુસ્ટર ડોઝનો પ્રારંભ

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફ્રન્ટલાઇન વર્કર, ગંભીર બીમારી ધરાવતા 60થી વધુ વયના લોકોનો સમાવેશ

કાેરાના સંક્રમણને નાથવા હવે 60 વર્ષથી વધુની વય અને ગંભીર બિમારીવાળા લાેકાે તેમજ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને વેકસીનના બુસ્ટર ડાેઝ અાપવાની શરૂઅાત કરાઇ છે. ત્યારે અાજે અારાેગ્ય તંત્રઅે જિલ્લામા 21438ના ટાર્ગેટ સામે 5025 લાેકાેને વેકસીનનાે બુસ્ટર ડાેઝ અાપ્યાે હતાે. અા ઉપરાંત ડીડીઅાે સહિત ઉચ્ચ અધિકારીઅાે તેમજ ફ્રન્ટલાઇન વર્કરાેને પણ વેકસીનનાે બુસ્ટર ડાેઝ અપાયાે હતાે. અમરેલીમા અાજે અારાેગ્ય તંત્ર દ્વારા પ્રિકાેશન ડાેઝ અાપવાનાે અારંભ કરાયાે હતાે.

હાલ ઝડપથી વધતા અાેમીક્રાેન વેરીયન્ટ અને કાેરાેનાનુ સંક્રમણ ડામવા વહિવટી તંત્ર પણ હરકતમા અાવ્યું છે. સરકાર દ્વારા અગાઉ રસીના બંને ડાેઝ લીધા હાેય તેવા તમામને બુસ્ટર ડાેઝ અાપવાની જાહેરાત કરાઇ હતી. જે અંતર્ગત અાજે અમરેલીમા જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, જિલ્લા ગ્રામ વિકાસ અેજન્સીના નિયામક વિશાલ સકસેના, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પટણી સહિત ઉચ્ચ અધિકારીઅાેઅે વેકસીનનાે બુસ્ટર ડાેઝ લઇ લાેકાેમા જાગરૂકતા અાવે તે માટે પહેલ કરી હતી.

અા ઉપરાંત અમરેલીમા બ્રાહ્મણ સાેસાયટી ખાતે નાયબ કલેકટર સી.કે.ઉંધાડ તેમજ રમાબેન મહેતા, જયાબેન પ્રવિણભાઇ બારૈયા, નિલેશભાઇ ધાધલ, દિપક ગલથીયા, નરેશભાઇ મહેતા વિગેરેની ઉપસ્થિતિમા ફ્રન્ટલાઇન કાેરાેના વાેરીયર્સ તેમજ 60 વર્ષથી વધુ વયના ગંભીર બિમારી ધરાવતા લાેકાેને બુસ્ટર ડાેઝ અાપવાના અભિયાનની સાઇટનાે અારંભ કરાવ્યાે હતાે. અારાેગ્ય તંત્ર દ્વારા અાજે 21438ના ટાર્ગેટ સાથે બુસ્ટર ડાેઝ અાપવાની કામગીરીનાે અારંભ કર્યાે હતાે. અહી 2208 હેલ્થ વર્કરાે તેમજ 1871 ફ્રન્ટલાઇન વર્કરાેને પ્રિકાેશન ડાેઝ અપાયાે હતાે. અા ઉપરાંત 60 વર્ષથી વધુ વય ધરાવતા 946 લાેકાેને પણ બુસ્ટર ડાેઝ અપાયાે હતાે.

​​​​​​​​​​​​​​સાવરકુંડલામા અારાેગ્ય તંત્ર દ્વારા અાજે ફ્રન્ટલાઇન વર્કરાેને વેકસીનનાે બુસ્ટર ડાેઝ અાપવામા અાવ્યાે હતાે. અહી હાેમગાર્ડના જનસંપર્ક અધિકારી સહિત લાેકાેને વેકસીનનાે બુસ્ટર ડાેઝ અપાયાે હતાે. અહી પાલિકાના પુર્વ પ્રમુખ પ્રવિણભાઇ કાેટીલા સહિત હાજર અાગેવાનાેઅે વેકસીનનાે ત્રીજાે ડાેઝ લેવા લાેકાેને અપીલ કરી હતી. ડલામાં ફ્રન્ટલાઇન વર્કરને પ્રિકાેશન ડાેઝ અપાયાે

અન્ય સમાચારો પણ છે...