મુલાકાત:ઝરમાં વરસાદથી નુકસાની અંગે જાત માહિતી મેળવતા કલેકટર

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લા કલેકટર અને ડીડીઓએ જાત માહિતી મેળવી. - Divya Bhaskar
જિલ્લા કલેકટર અને ડીડીઓએ જાત માહિતી મેળવી.
  • કમોસમી વરસાદથી આંબાવાડીઓમાં મોટંુ નુકસાન

અમરેલી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા તથા જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ તથા અન્ય અધિકારીઓ આજે ધારી તાલુકાના ઝર ખાતે દોડી ગયા હતા. સમગ્ર અમરેલી જિલ્લામા એક પખવાડીયામા માવઠાનો બીજો દોર ચાલી રહ્યો છે. અને તેના કારણે રવિપાકને નુકશાન થઇ જ રહ્યું છે સાથે સાથે કેરીના પાકને પણ નુકશાન થયુ છે. ઝર ગામમા મોટા પ્રમાણમા આંબાવાડીઓ આવેલી છે. આ વિસ્તારના ખેડૂતો વ્યાપક પ્રમાણમા કેસર કેરીની ખેતી કરે છે અને હાલમા આંબા પર પાક ઝુલી રહ્યો છે.