ક્રાઇમ:વ્યાજના પૈસાની ઉઘરાણી કરી આધેડનું પાકીટ ઝૂંટવ્યું

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3 શખ્સની 16 હજારની લૂંટ ચલાવી ધમકી

અમરેલીના શેડૂભારમા રહેતા એક આધેડને ત્રણ શખ્સાેએ વ્યાજના પૈસાની ઉઘરાણી કરી બળજબરીથી પાકિટ ઝુંટવી 16 હજારની લુંટ ચલાવી હતી. તેમજ પુત્રીના અપહરણની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. અહી રહેતા કાળુભાઇ રાજાભાઇ વઘાસીયા (ઉ.વ.53) નામના આધેડે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ભરત પરશાેતમભાઇ ગેવરીયા, ભાવેશ પરશાેતમભાઇ અને ત્રણ અજાણ્યા શખ્સાે કાર લઇ તેના ઘરે ઘસી આવ્યા હતા. આ શખ્સાેએ વ્યાજના 10 લાખ આપવા ઉઘરાણી કરી હતી. બાદમા આ શખ્સાેએ તારી જમીન લખાવી લેવા તેમજ ત્રણેય દીકરીઓનુ અપહરણ કરી લેવા ધમકી આપી ઢીકાપાટુનાે મારમાર્યાે હતાે. તેમજ ખીસ્સામાથી પાકિટ કાઢી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...