કડકડતી ઠંડી:અમરેલી પંથકમાં કોલ્ડવેવ, પારો 9 ડિગ્રી, ધારીમા વહેલી સવારે 8 ડિગ્રી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જનજીવન ઠુંઠવાયું, લાેકાે ગરમ વસ્ત્રાેમાં વિંટળાયા

સમગ્ર સાૈરાષ્ટ્રમા પાંચ દિવસ કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે. જેને પગલે આજે અમરેલી શહેરમા ઠંડીનાે પારાે ગગડીને 9 ડિગ્રી સુધી પહાેંચી ગયાે હતાે. જયારે ધારી પંથકમા પણ વહેલી સવારે ન્યુનતમ તાપમાન 8 ડિગ્રી સુધી પહાેંચી જતા જનજીવન ઠુંઠવાઇ ગયુ હતુ. કડકડતી ઠંડીથી બચવા લાેકાે ઠેરઠેર તાપણાનાે સહારાે લેતા નજરે પડયા હતા. તાે આખાે દિવસ લાેકાેને ગરમ વસ્ત્રાેમા વિંટળાવાની ફરજ પડી હતી. અમરેલી શહેરમા ગઇકાલે પણ ન્યુનત તાપમાન 10 ડિગ્રી સુધી નાેંધાયુ હતુ.

જયારે આજે ઠંડીનાે પારાે 9 ડિગ્રી સુધી પહાેંચી ગયાે હતાે. શિયાળાઅે જાણે તેનાે અસલી મિજાજ બતાવ્યાે હાેય તેમ કાતિલ ઠંડી પડવાની શરૂઆત થતા લાેકાે ગરમ વસ્ત્રાેમા વિંટળાયા હતા. તાે રાત્રીના સમયે પણ ઠંડીથી બચવા લાેકાે તાપણાનાે સહારાે લેતા નજરે પડયા હતા. શહેરનુ આજે મહતમ તાપમાન 26 ડિગ્રી નાેંધાયુ હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ 63 ટકા તેમજ પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 3.8 કિમીની રહી હતી.આવી જ રીતે ગીરકાંઠાના ધારીમા પણ બે દિવસથી તાપમાનનાે પારાે નીચાે ઉતરતા અહી પણ કાતિલ ઠંડી પડી રહી છે.

ગઇકાલે અહી ન્યુનતમ તાપમાન 10 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે આજે વહેલી સવારે પાંચેક વાગ્યે અહી પારાે 8 ડિગ્રી સુધી નીચાે ઉતરી જતા લાેકાે ઠુંઠવાઇ ગયા હતા. આખાે દિવસ ઠારથી બચવા લાેકાે ગરમ વસ્ત્રાેમા વિંટળાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીમા શિયાળાની ઋતુમા અનેક દિવસાે અેવા હાેય છે કે અહીનુ તાપમાન સમગ્ર રાજયમા સાૈથી નીચુ રહે છે.

ખાંભામાં ટાઢાેબાેળ પવન ફુંકાયાે
​​​​​​​બીજી તરફ ખાંભામા પણ કાતિલ ઠંડી પડતા લાેકાે થરથર ધ્રુજી ઉઠયાં હતા. અહી વહેલી સવારે અને રાત્રીના સમયે કડકડતી ઠંડીથી બચવા લાેકાે તાપણાનાે સહારાે લેતા નજરે પડયા હતા. તાે ગ્રામ્ય વિસ્તારાેમા પણ કાેલ્ડવેવના કારણે અાખાે દિવસ લાેકાે ગરમ વસ્ત્રાેમા વિંટળાયેલા નજરે પડયા હતા.

અન્ય સમાચારો પણ છે...