કડકડતી ઠંડી:અમરેલી પંથકમાં કોલ્ડવેવ: ન્યુનત્તમ તાપમાન 12.4 ડિગ્રી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડકડતી ઠંડીથી લાેકાે ગરમ વસ્ત્રાેમાં વિંટળાયા : ઠેર-ઠેર તાપણા

અમરેલી પંથકમા પાછલા પાંચેક દિવસથી કાતિલ ઠંડીનુ માેજુ ફરી વળ્યું છે. અહી બર્ફિલા પવનાે ફુંકાઇ રહ્યાં છે. તેમજ કડકડતી ટાઢ પડી રહી છે જેના કારણે જનજીવન ઠુંઠવાઇ ગયુ છે. બે દિવસ પહેલા ઠંડીનાે પારાે ગગડીને 9 ડિગ્રી સુધી પહાેંચી ગયાે હતાે. જાે કે અાજે શહેરનુ ન્યુનતમ તાપમાન 12.4 ડિગ્રી રહ્યું હતુ.સમગ્ર સાૈરાષ્ટ્રમા પાંચ દિવસ કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા અાગાહી કરાઇ હતી. જેને પગલે અમરેલી જિલ્લામા પણ કાતિલ ઠંડીનુ માેજુ ફરી વળ્યું છે. શહેરમા કડકડતી ઠંડી પડતા જાણે જનજીવન ઠુંઠવાઇ ગયુ હતુ. ઠંડીના કારણે બજારાે પણ સવારે માેડેથી ખુલી રહી છે. તાે સાંજ પડતાની સાથે બજારાે વહેલી બંધ થઇ રહી છે.

રાત્રીના સમયે ઠંડીથી બચવા ઠેરઠેર લાેકાે તાપણાનાે સહારાે લેતા પણ નજરે પડી રહ્યાં છે.અાજે શહેરનુ મહતમ તાપમાન 27 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 12.4 ડિગ્રી રહ્યું હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ 43 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 4 કિમીની નાેંધાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ધારી પંથકમા પણ ઠંડીનાે પારાે છેક 8 ડિગ્રી સુધી નીચાે ઉતરી ગયાે હતાે. જેને પગલે અહી પણ કાતિલ ઠંડીથી લાેકાે ઠુંઠવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...