હવામાન:અમરેલીમાં ઠંડીની કાતીલ લહેર : પારો 10 ડિગ્રી

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવસભર ટાઢાેબાેળ પવન ફુંકાતા જનજીવન અસ્તવ્યસ્ત : હજુ બે દિવસ સુધી કાેલ્ડવેવની અાગાહી: ગીરકાંઠાે પણ ઠુંઠવાયાે

સમગ્ર અમરેલી પંથકમા કાતિલ શીતલહેર ફરી વળી છે. છેલ્લા ચાેવીસ કલાક દરમિયાન વાતાવરણ ટાઢુબાેળ બની ગયુ છે. જેના કારણે અમરેલીનુ જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયુ હતુ. પારાે ગગડીને 10 ડિગ્રી પર પહાેંચી ગયાે છે અને હજુ અાવનારા બે દિવસ તાપમાન નીચુ જવાની ધારણા છે. અમરેલી પંથકમા ચાલુ શિયાળામા બીજી વખત અા પ્રકારે શીતલહેર ફરી વળી છે. થાેડા દિવસ પહેલા માવઠાના માહાેલ વખતે કાતિલ ઠંડી પડી હતી. અાવી જ સ્થિતિ ફરી બીજીવાર સર્જાઇ છે. હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ ઠંડીના કડકડતા માેજાની અાગાહી કરવામા અાવી હતી.

અામ તાે અમરેલી પંથકમા ગઇ સાંજથી જ ટાઢાેડુ છવાઇ ગયુ હતુ. અને અાજે સવારે અમરેલી શહેરમા તાપમાનનાે પારાે ગગડીને 10 ડિગ્રી પર અાવી ગયાે હતાે. શિતલહેરનાે પ્રકાેપ અેવાે હતાે કે અમરેલીમા દિવસ ચડયા બાદ અને બપાેરના સમયે પણ અાકરી ટાઢ અનુભવાતી હતી. અને ફરી સાંજ પડતા જ ઠંડીની તીવ્રતા વધી હતી. અમરેલી શહેરમા અાજે મહતમ તાપમાન 24 ડિગ્રી નાેંધાયુ હતુ. ન્યુનતમ તાપમાન 10 ડિગ્રી રહેવા ઉપરાંત પવનની ગતિ પ્રતિ કલાક 6.2 કિમીની નાેંધાઇ હતી.

પવનની ગતિ થાેડી વધારે હાેવા ઉપરાંત હવામા ભેજનુ પ્રમાણ પણ 75 ટકા જેટલુ ઉંચુ હાેય વાતાવરણ વધુ ટાઢુબાેળ થયુ હતુ. વધારે ભેજ, પવન અને પારાે ગગડતા ઠંડાગાર વાતાવરણે અમરેલી શહેરનુ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતુ. અમરેલીમા વહેલી સવારે રસ્તા પર લાેકાેની પાંખી હાજરી નજરે પડી હતી. તાે બીજી તરફ દિવસ દરમિયાન શહેરની બજારાેમા પણ લાેકાેની ભીડ અાેછી હતી. સાંજ પડતા સુધીમા શહેરમા જાણે સન્નાટાે છવાયાે હાેય તેમ માેટાભાગના લાેકાે ઘરમા પુરાઇ ગયા હતા.

શિયાળાે તેના અંતભાગ ભણી અાગળ ધપી રહ્યાે છે તેવા સમયે સિઝનની સાૈથી અાકરી ઠંડી પડતા લાેકાે ગરમ વસ્ત્રાેમા વિંટળાયા હતા. કાતિલ ઠંડીનુ અા માેજુ હજુ અાવનારા કેટલાક દિવસાે સુધી લાેકાેને ધ્રુજાવશે. લાઠી, બાબરા, વડીયા, બગસરા, ધારી, સાવરકુંડલા, લીલીયા અને ખાંભા વિસ્તારમા પણ ભારે ટાઢ અનુભવાઇ હતી.

ધારીમાં પણ હાડ થીજાવતી ઠંડી
અાકરી ટાઢનુ માેજુ ધારી પંથક અને ગીરકાંઠાના વિસ્તારમા પણ જાેવા મળ્યું હતુ. હાડ થીજાવતી ઠંડીના કારણે ગીરકાંઠાનુ જનજીવન પ્રભાવિત થયુ હતુ. ખાંભા પંથકમા પણ અાકરી ટાઢ અનુભવાઇ હતી.

આગામી ત્રણ દિવસ સુધી શીતલહેરની અાગાહી
દરમિયાન સ્ટેટ ઇમરજન્સી અાેપરેશન સેન્ટર દ્વારા અમરેલી જિલ્લામા તારીખ 11 થી 13 જાન્યુઅારી સુધી કાેલ્ડવેવની અાગાહી કરાઇ છે. જિલ્લાના તમામ મામલતદાર, ટીડીઅાે અને પાલિકાના ચીફ અાેફિસરાેને ઘરવિહાેણા લાેકાે, ભિક્ષુકાે વિગેરેને ઠંડીથી બચાવવા યાેગ્ય પગલા લેવા સુચના અપાઇ હતી.

ચાલુ સિઝનમાં બીજી વખત પારાે 10 ડિગ્રી પર
અમરેલી પંથકમા તાપમાનનાે પારાે ગગડીને 10 ડિગ્રી સુધી પહાેંચી ગયાે હાેય તેવુ બીજી વખત બન્યું છે. ગત પખવાડીઅે ન્યુનતમ તાપમાન 10 ડિગ્રી નાેંધાયુ હતુ. ત્યારબાદ અાજે પણ પારાે 10 ડિગ્રી સુધી ગગડયાે હતાે.

અન્ય સમાચારો પણ છે...