તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અડદિયાનું આગમન:અમરેલીમાં ઠંડીએ જોર પકડતા અડદિયાનું આગમન, 40 ટકા ગ્રાહકો ઘટ્યા: વેપારી, અમરેલીમાં ઠંડીએ જોર પકડતા અડદિયાનું આગમન, 40 ટકા ગ્રાહકો ઘટ્યા: વેપારી

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલીની બજારમાં શિયાળાનો પ્રારંભ થતાં જ અવનવા પ્રકારના અડદીયાનું આગમન થયું છે. કોરોનાનું ગ્રહણ વેપારીઓને પણ લાગ્યું છે. અહીં ગયા વર્ષની સરખામણીમાં 40 ટકા ગ્રાહકો ઘટ્યા છે. ઠંડીમાં લોકોને અડદનો લોટ શરીરમાં ગરમાવો આપે છે. જેના કારણે શિયાળામાં લોકો અડદીયા આરોગે છે. અમરેલીમાં ઠંડીનો પારો દિવસે દિવસે ગગડી રહ્યો છે. લોકો ઠંડીથી ઠુઠવાઈ રહ્યા છે. તેવા સમયે અડદીયાને ખાવાથી લોકોનું શરીર મજબૂત બનતું હોય છે.

શહેરની બજારમાં અવનવા મસાલાના અડદીયા વેચાઈ રહ્યા છે. શહેરમાં રૂપિયા 300 થી 400 સુધી લોકો અડદીયાની ખરીદી કરી રહ્યા છે . પણ અડદીયા બનાવતા વેપારીઓની કોરોના કાળમાં માઠી દશા બેઠી છે. અમરેલીના ટાવર રોડ પર આવેલ અડદીયાના વેપારી મહેશભાઈએ જણાવ્યું હતું કે, હાલ તમામ ક્ષેત્ર પર કોરોના મહામારીમાં વેપાર ઓછો જોવા મળે છે. તેવી જ રીતના અડદીયામાં પણ 40 ટકા ગ્રાહકો ઘટ્યા છે. અમને આશા છે કે આગામી દિવસોમાં આ વેપાર વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો