માવઠુ થવાની શક્યતા:અમરેલી જિલ્લામાં વાદળ છાયુ વાતાવરણ, વાદળો ઘેરાતા ખેડૂત પુત્રોમાં ચિંતા વધી

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોસ્ટલ બેલ્ડ અને જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો

અરબ સાગરમાં લો પ્રેશરના કારણે અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી, સાવરકુંડલા, રાજુલા જાફરાબાદ અને પીપાવાવ કોસ્ટલ સહિત સમગ્ર જિલ્લામાં વાદળ છાયુ વાતાવરણ ઠંડી વચ્ચે જોવા મળી રહ્યું છે. જેના કારણે ધરતી પુત્રોની ચિંતામાં વધારો થયો છે.

જિલ્લામાં ચોમાસામાં માહોલ હોય તે પ્રકારનો અત્યારે વાદળો ઘેરાતા માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, સમગ્ર જિલ્લામાં હજુ સુધી વરસાદના કોઈ સમાચાર નથી પરંતુ વાતાવરણ જરૂર પલટાયુ છે. જો વરસાદ પડે તો હાલમાં શિયાળુ સહિત ખેડૂતોના વિવિધ પાકોના વાવેતરમાં વ્યાપક મોટા પ્રમાણમા નુકસાન જવાની ભીતિ જોવા મળી રહી છે. વરસાદ પડે તેવા પ્રકારના માહોલ હોવાને કારણે સમગ્ર જિલ્લામાં ખેડૂતોની મુંજવણ વધી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...