કમોસમી વરસાદ:અમરેલી પંથકમાં ઉકળાટ વચ્ચે વાદળછાયું વાતાવરણ

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો કે તાપમાનનો પારો 40.8 ડિગ્રી: બફારો

અમરેલી જિલ્લામા થોડા દિવસ પહેલા સાવરકુંડલા, રાજુલા, ખાંભા વિગેરે વિસ્તારમા કમોસમી વરસાદ ખાબકયો હતો. જો કે આજે અમરેલી પંથકમા ભારે ઉકળાટ વચ્ચે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતુ. જો કે અહી તાપમાનનો પારો 40.8 ડિગ્રી સુધી નોંધાયો હતો.

અમરેલી પંથકમા એપ્રિલ માસ દરમિયાન આકરી ગરમી પડી હતી. અહી પાછલા ઘણા સમયથી પારો સતત 40 ડિગ્રીને પાર જ રહ્યો હતો. જેના કારણે આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. આજે દિવસ દરમિયાન આકાશમા છુટાછવાયા વાદળો ઘેરાયા હતા. જો કે આજે શહેરનુ મહતમ તાપમાન 40.8 ડિગ્રી નોંધાયુ હતુ.

જયારે ન્યુનતમ તાપમાન 26.1 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 83 ટકા સુધી ઉંચુ નોંધાયુ હતુ. અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 10.8 કિમીની રહી હતી. દિવસ દરમિયાન ભારે બફારો અનુભવાયો હતો અને વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...