તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘ સવારી , સાવરકુંડલામાં દાેઢ, દામનગરમાં 1 ઇંચ વરસાદ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લાઠી વરસાદની મોજ માણતા ભૂલકાઓ. - Divya Bhaskar
લાઠી વરસાદની મોજ માણતા ભૂલકાઓ.
  • કુંકાવાવ, લાઠી અને જાફરાબાદમાં અડધાે ઇંચ : અમરેલીમાં ઝાપટાં વરસ્યા

અમરેલી જિલ્લામા અાજે સતત બીજા દિવસે પણ મેહુલીયાની મહેર યથાવત રહી હતી. સાવરકુંડલા પંથકમા દાેઢ ઇંચ વરસાદ વરસી ગયાે હતેા. જયારે દામનગરમા અેક ઇંચ, લીલીયામા પાેણાે ઇંચ તથા કુંકાવાવ, લાઠીમા અડધાે ઇંચ વરસાદ થયાે હતાે. વરસાદી માહાેલ છવાતા ખેડૂતાેને સાર્વત્રિક વાવણી થઇ જવાની અાશા છે.ગઇ સાંજે અમરેલીમા અનરાધાર વરસાદ ખાબકી ગયા બાદ અાજે સવારથી પણ અા વિસ્તારમા અાકાશમા વરસાદી વાદળાે છવાયા હતા. ઉકળાટ વચ્ચે શહેરમા સવારે જાેરદાર ઝાપટુ વરસી જતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી અને શહેરના માર્ગાે પર પાણી દાેડયા હતા.

માેડી સાંજે પણ અહી ઝરમર વરસાદ વરસ્યાે હતાે. અાજે સાવરકુંડલા પંથકમા ધાેધમાર વરસાદ તુટી પડયાે હતાે. અહી દિવસ દરમિયાન અવારનવાર ઝાપટા પણ પડતા રહ્યાં હતા. જેને પગલે સાંજ સુધીમા દાેઢ ઇંચ વરસાદ પડયાે હતાે. કલેકટર કંટ્રાેલરૂમના સુત્રાેઅે જણાવ્યું હતુ કે અહી સાંજના છ વાગ્યા સુધીમા 33મીમી વરસાદ નાેંધાયાે હતાે. અાસપાસના ગ્રામ્ય વિસ્તારમા પણ અાવા જ વરસાદથી ખેડૂત વર્ગ ખુશખુશાલ છે. બીજી તરફ અાજે લીલીયા પંથકમા દિવસ દરમિયાન પાેણાે ઇંચ વરસાદ વરસી ગયાે હતાે. અહી ગઇકાલે પણ દાેઢ ઇંચ વરસાદ પડયાે હાેય અા વિસ્તારના ખેડૂતાે હાેંશેહાેંશે વાવણી કરશે.

જયારે લાઠી પંથકમા સવારના પહેારમા જ અડધાે ઇંચ વરસાદ પડી ગયાે હતાે. ત્યારબાદ દિવસભર વાતાવરણ વાદળછાયુ રહ્યું હતુ. દામનગરમા સાંજના સમયે અાકાશ વરસી પડયુ હતુ અને જાેતજાેતામા અેક ઇંચ વરસાદ પડી જતા ગામની ગલીઅાેમા પાણી ભરાયા હતા. અાજે જાફરાબાદમા પણ અાવી જ રીતે ધાેધમાર વરસાદ પડયાે હતાે.

જયારે વડીયામા માત્ર હળવા ઝાપટા પડયા હતા. કુંકાવાવમા દિવસ દરમિયાન અડધાે ઇંચ વરસાદ પડયાે હતાે. અહી ગઇકાલે પણ દાેઢ ઇંચ વરસાદ થયાે હતાે. અમરેલી પંથકમા છેલ્લા બે દિવસથી ધીમી મેઘ સવારી ચાલી રહી છે. અહીના ખેડૂતાે સાર્વત્રિક વરસાદની રાહ જાેઇ રહ્યાં છે જેથી સંતાેષકારક રીતે વાવણી થઇ શકે.

કયાં કેટલાે વરસાદ
સાવરકુંડલાદાેઢ ઇંચ
દામનગરઅેક ઇંચ
લીલીયાપેાણાે ઇંચ
જાફરાબાદઅડધાે ઇંચ
કુંકાવાવઅડધાે ઇંચ
લાઠીઅડધાે ઇંચ

હરસુરપુર દેવળિયામાં બાઇક તણાયું
લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયામા ગઇ સાંજના ભારે વરસાદથી સ્થાનિક નદીમા પુર અાવ્યુ હતુ. ત્રણ યુવાનાે કાેઝવે ક્રાેસ કરતા હતા ત્યારે બાઇક તણાયુ હતુ. યુવાનાેઅે બાઇકને બચાવવા પ્રયાસ કર્યાે હતેા. પરંતુ પાણીના પ્રવાહમા તે તણાઇ ગયુ હતુ. જાે કે ત્રણેય યુવાનાે કાંઠે અાવી જતા તેનાે બચાવ થયાે હતાે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...