તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમોસમી વરસાદ:અમરેલી જિલ્લામાં સંભવિત વાવાઝોડાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો, ધારીમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત

અમરેલી3 મહિનો પહેલા
  • સરસિયા, ગોવિંદપુર, ફાસરિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો સિલસિલો યથાવત છે. હવામાન વિભાગ તરફથી આગામી 18 તારીખ આસપાસ સંભવિત 'તૌકતે' ચક્રવાત ત્રાટકવાની આગાહી કરવામા આવી છે. આ દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી પણ કરવામા આવી છે.ત્યારે અમરેલી જિલ્લામાં તો આજે જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. જિલ્લાના ધારી ગ્રામ્ય વિસ્તારમા વરસાદ શરૂ થતા ધરતી પુત્રોની મુશ્કેલી વધી શકે છે ધારીના સરસીયા,ગોવિદપુર, ફાસરીયા,સુખપુર સહિત ગીર કાંઠાના ગામડામા ધોધમાર વરસાદી ઝાપટું વરસતાધરતી પુત્રો ચિંતામા મુકાયા છે જ્યારે ખેડૂતોના પાક સાથે આ વિસ્તારોમાં કેરી નુ પણ વાવેતર હોવાને કારણે વધુ ચિંતાના વાદળો બંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...