અમરેલી સ્થિત જિલ્લા માહિતી કચેરીની બાજુમાં આવેલા તાલુકા પંચાયત ગોડાઉન ખાતે જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી સફાઈ કામગીરી શરુ કરવામાં આવી હતી. આ જગ્યાની યોગ્ય સફાઈ અને જાળવણી માટે જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવે સંવેદનશીલતા માટે પંચાયતના કર્મચારીઓ અને અરજદારોમાં વ્યાપક ચાહના મેળવી છે.
જિલ્લા વિકાસ અધિકારી તેમના વ્યવહારુ, અને સકારાત્મક અભિગમ સાથે જનમદદના હિમાયતી છે. જિલ્લા વિકાસ અધિકારીની સૂચના થતાં રવિવારના રજાના દિવસે પણ અમરેલી ખાતેના આ તાલુકા પંચાયત ગોડાઉન ખાતે સફાઈ કામગીરી શરુ કરવામાં આવી હતી. સ્વચ્છતાના આગ્રહ થકી આરોગ્યલક્ષી સાવચેતીના આગોતરા પગલાં લેવામાં આવે છે. સ્વચ્છતા થકી સ્વાસ્થ્યની સાથે ઉંમરને પણ ફાયદો થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.