સફાઈ અભિયાન:અમરેલી તાલુકા પંચાયત ગોડાઉન ખાતે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી શહેરના રાજમહેલ કમ્પાઉન્ડ વિસ્તાર એ આગવો વારસો અને ગૌરવ ધરાવે છે. રાજમહેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં મોટા ભાગની સરકારી કચેરીઓ આવેલી છે. આ વિસ્તારમાં યોગ્ય સફાઈ અને સ્વચ્છતા જાળવવામાં આવે તો શહેરની રોનકમાં વધારો થાય તેમ છે. જેને લઈ અમરેલી સ્થિત જિલ્લા માહિતી કચેરીની બાજુમા આવેલા તાલુકા પંચાયત ગોડાઉન ખાતે આજે જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી સફાઈ કામગીરી શરુ કરવામા આવી હતી.
સફાઈ અભિયાન અંગે રજૂઆત કરાઈ હતી
આ જગ્યાની યોગ્ય સફાઈ અને જાળવણી માટે જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવે સંવેદનશીલતા માટે પંચાયતના કર્મચારીઓ અને અરજદારોમાં વ્યાપક ચાહના મેળવી છે. જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ તેમના વ્યવહારુ, અને સકારાત્મક અભિગમ સાથે જનમદદના હિમાયતી છે.
સ્વચ્છતા થકી સ્વાસ્થ્યની સાથે ઉંમરમાં પણ ફાયદો
જિલ્લા વિકાસ અધિકારીની સૂચના થતા રવિવારના રજાના દિવસે પણ અમરેલી ખાતેના આ તાલુકા પંચાયત ગોડાઉન ખાતે સફાઈ કામગીરી શરુ કરવામાં આવી હતી. સ્વચ્છતાના આગ્રહ થકી આરોગ્યલક્ષી સાવચેતીના આગોતરા પગલા લેવામાં આવે છે. સ્વચ્છતા થકી સ્વાસ્થ્યની સાથે ઉંમરમાં પણ ફાયદો થાય છે.

અન્ય સમાચારો પણ છે...