ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ:ડ્રગ્સના મુખ્ય સુત્રધાર પાસેથી અમરેલી જિલ્લાના કલાસ-2 મહિલા અધિકારી પણ ડ્રગ્સ મંગાવતા હતા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજ્યના 200થી વધુ હાઇ પ્રોફાઇલ લોકોએ વેબસાઇટ પરથી મંગાવ્યું હતું ડ્રગ્સ
  • મહિલા અધિકારીને નોટીસ આપી પુછપરછ માટે બોલાવશે એટીએસ

એટીએસની ટીમે અમદાવાદમાથી લીલીયાના બે શખ્સો અને રાજુલાના મુખ્ય સુત્રધાર સહિત ત્રણ શખ્સોની ડ્રગ્સના મોટા જથ્થા સાથે ધરપકડ થયા બાદ મુખ્ય સુત્રધાર પાસેથી રાજયના 200થી વધુ હાઇ પ્રોફાઇલ લોકો ડ્રગ્સ મંગાવતા હોવાનુ ખુલ્યુ છે. જેમા અમરેલી જિલ્લાના એક કલાસ-2 મહિલા અધિકારીનુ નામ પણ ખુલ્યુ છે.

અમરેલી પંથકના ડ્રગ્સ માફિયાઓએ ઇ-કોમર્સ વેબસાઇટ શરૂ કરી તેના મારફત ઓનલાઇન ડ્રગ્સના પાર્સલ પહોંચાડવાનો ધંધો શરૂ કર્યો હતો. પરંતુ ગત સપ્તાહે એટીએસે ચરસ, ગાંજો અને એમડી ડ્રગ્સ વિગેરેના જથ્થા સાથે લીલીયાના બે શખ્સો અને રાજુલાના મુખ્ય સુત્રધાર આકાશ વિઝાંવાની ધરપકડ કર્યા બાદ હવે તેની પાસે ઓનલાઇન ડ્રગ્સ મંગાવનારા લોકોની વિગતો ખુલી રહી છે.

અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, જુનાગઢ સહિત રાજયના જુદાજુદા વિસ્તારમાથી 200 હાઇ પ્રોફાઇલ લોકોએ તેની પાસેથી ડ્રગ્સ મંગાવ્યાનુ ખુલ્યુ હતુ. એટલુ જ નહી અમરેલી જિલ્લામા કલાસ-2ની પોસ્ટ પર ફરજ બજાવતા એક મહિલા કર્મચારીએ પણ આ સાઇટ પર ઓર્ડર આપ્યાનુ બહાર આવ્યું છે. એટીએસ હવે આ મહિલા અધિકારીને નોટીસ આપી જવાબ આપવા માટે બોલાવશે.

કરણ વાઘ સમગ્ર નેટવર્કની દેખરેખ રાખતો
એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે ફરાર કરણ વાઘની શોધખોળ ચાલુ છે. તે આખા નેટવર્કની દેખરેખ રાખતો હતો. તેમણે વાલીઓને પોતાના સંતાનો આવા નેટવર્કમા ન સપડાય તેની તકેદારી રાખવા અપીલ કરી હતી. - હર્ષ ઉપાધ્યાય

અન્ય સમાચારો પણ છે...