તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Claimants For Palika And Panchayat Will Be Heard Today In Amreli In The Presence Of Congress Sense Process, In charge, Observer

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:પાલિકા અને પંચાયત માટે આજે અમરેલીમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા, પ્રભારી, નિરીક્ષકની ઉપસ્થિતિમાં દાવેદારોને સાંભળવામાં આવશે

અમરેલી23 દિવસ પહેલા
 • કૉપી લિંક

પાલીકા અને પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાને આડે ગણતરીના દિવસો બાકી છે. તેવા સમયે મુખ્ય બંને પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં હજુ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. કોંગ્રેસના પ્રભારી અને નિરીક્ષક આવતીકાલે પંચાયત અને પાલિકાની ચૂંટણી લડવા માંગતા દાવેદારોને સાંભળશે.હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ફાઇનલ થયા નથી. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા તો સેન્સ પ્રક્રિયા જ હજુ આવતીકાલે હાથ ધરાવાની છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી દિલીપભાઈ પટેલ અને રાજભાઇ મહેતા, નિરીક્ષક પી.એમ. ખેની, અમિતભાઈ ઠુમ્મર અને વિનુભાઈ ધડુકની ઉપસ્થિતિમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને સાંભળવામાં આવશે.

અમરેલી જુના માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલયમાં સવારે આઠથી નવ સુધી અમરેલી પાલિકાની ચૂંટણી લડવા માંગતા દાવેદારોને સાંભળવામાં આવશે. ઉપરાંત સવારે 9 થી 10 બાબરા અને દામનગર પાલિકા માટે 10થી 11 સુધી બગસરા અને સાવરકુંડલા પાલિકાના દાવેદારોને સાંભળવામાં આવશે. જ્યારે સવારના 8થી સાંજના 4 સુધી જિલ્લા અને તાલુકા પંચાયતના દાવેદારોને સાંભળવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો