તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાડમારી:અમરેલી શહેરમાં સિવીલ રોડ, રાજમહેલ રોડ બદતર હાલતમાં

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉબડખાબડ રસ્તા પરથી પસાર થવું પડતું હાેય દર્દીઓને હાડમારી

અમરેલીમા સિવીલ હાેસ્પિટલ રાેડ અને રાજમહેલ રાેડ અતિ બિસ્માર હાલતમા છે. અહી વરસાદી પાણીનાે ભરાવાે પણ થઇ રહ્યાે છે. અને ખરાબ રસ્તાના કારણે લાેકાે પડી અાખડી રહ્યાં હાેય શકિત ગૃપે તાકિદે રસ્તાે રીપેર કરવા માંગ ઉઠાવી છે.ખાસ કરીને સિવીલ હાેસ્પિટલ રાેડ અને રાજમહેલ કેમ્પસ રાેડની હાલત બદથી બદતર છે. અહી વાહન ચાલકાેને પસાર થવુ મુશ્કેલ થઇ પડયુ છે.

રાજમહેલ કેમ્પસમા માેટાભાગની સરકારી કચેરીઅાે અાવેલી છે. જયારે સિવીલ હાેસ્પિટલ રાેડ પર તાે સતત દર્દીઅાેની અવરજવર રહે છે. પરંતુ અા બંને માર્ગ તુટી ફુટી ગયેલી હાલતમા હાેય રાહદારીઅાે અને વાહન ચાલકાે પરેશાન બન્યાં છે.રાેડની ફુટપાથ સાઇડના ભુંગળાઅાેમા ભરાયેલી માટી સાફ ન થવાના કારણે વરસાદી પાણીનાે ભરાવાે થાય છે. જેના કારણે રસ્તા પરના ગાબડાઅાેની સંખ્યા વધી રહી છે.

અહી વાહન ચાલકાે સતત અકસ્માતનાે ભાેગ બની રહ્યાં છે. સ્થાનિક તંત્ર દ્વારા અા બંને માર્ગની મરામત માટે કાેઇ જ ધ્યાન અાપવામા અાવતુ નથી. ખાસ કરીને વૃધ્ધાે, બાળકાે અને દર્દીઅાેની મુશ્કેલી વધી છે. અહીના શકિત ગૃપે જાે વહેલી તકે બંને માર્ગની મરામત નહી કરાય તાે અાંદાેલનની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...