તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:અમરેલીમાં સીટી બસની સેવા બંધ થતાં શહેરીજનોને હાલાકી

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી નગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે સીટી બસની સેવા ચાલી રહી હતી. અહી સીટી બસના કોન્ટ્રાકટરનો વર્ક ઓર્ડર પૂર્ણ થયાને ત્રણ માસ જેટલો સમય વિતી ગયો છે. પણ પાલિકાએ ફરી શહેરમાં સીટી બસ સેવા શરૂ જ કરી નથી. જેના કારણે અમરેલીવાસીઓને મુશ્કેલી વેઠવી પડે છે. પાલિકામાં નવું શાસન આવતાની સાથે વર્ષોથી ચાલતી સીટી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે.

અમરેલીના હનુમાનપરા, ચક્કરગઢરોડ, રેલવે સ્ટેશન સહિતના જુદા જુદા વિસ્તારમાં નગરપાલિકા હસ્તક સીટી બસ શરૂ હતી. પણ 16-6-21ના રોજ સીટી બસના કોન્ટ્રાકટરનો વર્ક ઓર્ડરની સમય અવધી પૂર્ણ થઈ ગઇ છે. જેના કારણે શહેરમાં સીટી બસ સેવા બંધ થઈ ગઇ છે. પણ પાલિકામાં બેઠેલા શાસકોએ ત્રણ માસ જેટલા સમયગાળામાં પણ અમરેલી વાસીઓની જીવાદોરી સમાન સીટી બસને ફરી શરૂ કરવાની તસદી લીધી નથી. જેના કારણે શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને ખાનગી વાહનોમાં તગડા ભાડા ચુકવી શહેરમાં આવવું પડે છે. તેમજ શહેરના બહારના વિસ્તારમાં લોકોને વાહનો પણ મળતા નથી. જેના કારણે વૃધ્ધ અને બાળકોને હાડમારી વેઠવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...