ખેડૂતોને રાહત:તાઉ-તે વાવાઝોડામાં રાજુલામાં કેનાલમાં થયેલા નુકસાન અંગે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક મળી, શિયાળુ પાકો માટે પાણી અપાશે

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિયાળુ પાકમાં ખેડૂતોની પાણીની સમસ્યાનો અંત આવ્યો

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકામાં તાઉ-તે વાવાઝોડામાં ચિંચાઈ વિભાગની કેનાલમાં નુકસાન થવાના કારણે કેટલીક જગ્યાએ લીકેજ અને તૂટી ગઈ હોવાને કારણે આજે રાજુલા ધાતરવડી 1 ચિંચાઈ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં જિલ્લા કાર્યપલ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી. અહીં ખેડૂતો દ્વારા તાઉ-તે વાવાઝોડામાં થયેલા નુકસાન અંગે કેનાળ રીપેરીંગ કરવી આ પ્રકારની રજૂઆતો કરાઇ હતી. આ ઉપરાંત હાલ ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો પર છે તે પાણી સીધુ દરિયામાં જાય છે તેના બદલે ખેડૂતોને આપવા માટેની રજૂઆતો કરાઇ હતી. શિયાળુ પાક પિયત ઘઉં, ચણા, તેમજ ખેડૂતો ને ઉપયોગમાં પાણી આવે તે માટે રજૂઆતો કરાઇ હતી. જ્યારે લાભ પાચમ બાદ આ પાણી ખેડૂતોને મળશે તેવો આજે આ બેઠકમાં નિર્ણય લેવાયો છે.

આ બેઠકમાં આજે અમરેલી જિલ્લા ચિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક રાઠોડ, સ્થાનિક અધિકારી કર્મચારી, રાજુલા તાલુકા સંઘ પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ, યાર્ડ ઉપપ્રમુખ મનુભાઈ ધાખડા,સહિત ખેડૂત અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...